શુક્રવારે અહીં રમાયેલી ત્રીજી અને અંતિમ મેચમાં યજમાન દક્ષિમ કોરિયા સામે 0-4થી હારવા છતાં ભારતીય મહિલા હોકી ટીમ આ સિરીઝ 2-1થી જીતી ગઇ હતી. ભારતીય મહિલા ટીમે પહેલી બે મેચમાં કોરિયન ટીમને હરાવી હતી. આજની મેચમાં યજમાનોઍ સર્કલમાં હલ્લા બોલ કરતાં ભારતીય ટીમ દબાણમાં આવી ગઇ હતી. યજમાનોઍ 5 પેનલ્ટી કોર્નર મેળવ્યા હતા અને 29મી મિનીટમાં ઍકને ગોલમાં ફેરવ્યો હતો. તે પછી કાંગ ઝિનાઍ 41મી મિનીટમાં ઉપરાછાપરી 2 ગોલ કરી દીધા હતા. 3 ગોલથી પાછળ પડ્યા પછી ભારતીય ટીમનું મનોબળ નીચુ આવી ગયું હતું અને 53મી મિનીટમાં યુરીઍ ચોથો ગોલ કરી દીધો હતો. ભારતીય ટીમ વતી ઍકપણ ગોલ થયો નહોતો.
