ગાંધીજીના ગુજરાતમાં દારૂબંધી હોવા છતા છેલ્લા 6 વર્ષમાં પરમીટ ધારકોને કરોડોની કિંમતનો લગભગ 3.33 કરોડ લીટર વિદેશી દારૂનું વેચાણ થયું છે. રાજ્યમં છેલ્લા 3.65 લાખ લોકોને દારૂની પરમિટ આપવામાં આવી છે. જેમાં 52 હજાર ગુજરાતના નાગરિકો તથા 3.13 લાખ લોકોને ટુરસ્ટ પરમિટ અને વઝીટર્સ પરમિટ અપાઈ છે.
ગજરાતમાં વર્ષોથી દારૂબંધી છે. તેમજ એકાદ વર્ષ પહેલા સરકારે કાયદાને વધુ કડક બનાવ્યો હતો. દરમિયાન તાજેતરમાં જ સુરતમાંથી દારૂની મહેફીલ માણતી મહિલાઓને ઝડપી લીધી હતી. ત્યારે ગુજરાતમાં અત્યાર સુધી આરોગ્ય સહિતના કારણોસર 72 હજાર કરતા વધારે દારૂની પરમિટ આપવામાં આવી છે. જમાં 42 હજાર પરમિટ આરોગ્યને લઈને આપવામાં આવ્યું છે.
સુત્રોના જણાવ્યા અનુસાર વર્ષ 2011-12માં પરમિટ ધારકોને રૂ. 51.03 લાખ લીટર દારૂનું વેચાણ કરવામાં આવ્યું હતું. જ્યારે છેલ્લ 6 વર્ષમાં 3.33 કરોડ લીટર દારૂ પરમિટ ધારણો પી ગયા હતા. દારૂ પીનારામાં પ્રથમક્રમે સુરતવાસીઓ છે. તે પછી અમદાવાદ, વડોદરા અને કચ્છનો સમાવેશ થાય છે. ગુજરાતમાં સૌથી વધારે વિદેશથી આવતા વિઝીટર અને અન્ય રાજ્યોમાંથી આવતા ટુરીસ્ટો દારૂનું સેવન કરે છે.
સુરતમાં 5 વર્ષમાં રૂ. 278.60 કરોડનો 1 કરોડ લીટર, અમદાવાદમાં 58.93 લાખ લીટર, વડોદરામાં 33.41 લાખ લીટર તેમજ ગુજરાતના ટુરસ્ટ હબ ગણાતા કચ્છમમાં 33.12 લાખ લીટર દારૂનું પરમિટ ધારકોને વેચાણ કરવામાં આવ્યું હતું. એક વકીલે કરેલી RTIમાં આ ચોંકાવનાર વિગતો સામે આવી છે. રાજ્યમમાં પરમીટ ધારકો સિવાય લોકો કરોડોનો વિદશી દારૂ ગટગટાવી જાય છે. રાજ્યમાં દારૂબંધીનો કડક કાયદાનો અમલ કરતી પોલીસે દારૂની રેલમછેલ અટકાવવા માટે પ્રયાસો શરૂ કર્યાં છે