ફિફા અંડર 17 વર્લ્ડ કપનું ભારતે ઘમાકેદાર આયોજન કર્યું હતું. જેમાં ગઇકાલે ઇંગ્લેન્ડે શાનદાર રમત દાખવતા સ્પેનને હરાવીને પહેલીવાર ચૈમ્પિયન બન્યું હતું. જોકે ટુર્નામેન્ટમાં ભારતીય ટીમ ખરાબ પ્રદર્શન કરતા પહેલા જ બહાર થઇ ગયું હતું. તેમ છતાં ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ફિફા અંડર 17 વર્લ્ડ કપના વિજેતા ઇંગ્લેન્ડના યુવા ખેલાડીઓને અને સ્પેનના યુવા ખેલાડીઓને અભિનંદન પાઠવ્યા હતા.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ખિતાબ જીતનારી ઇંગ્લેન્ડની ટીમને શુભકામનાઓ આપી છે અને બીજા સ્થાને રહેનાર રનર્સ અપ ટીમ સ્પેનની ટીમને સારી રમવા બદલ પ્રશંસા કરી હતી. મોદીએ ટ્વીટ કરતા લખ્યું હતું કે “FIFA U17 વર્લ્ડ કપ જીતવા માટે ઇંગ્લેન્ડના યુવા ખેલાડીઓને શુભકામનાઓ. હું ઘણું જ સારૂ રમનાર સ્પેનની ટીમને પણ શુભકામનાઓ પાઠવું છું. FIFA U17 વર્લ્ડ કપ ફુટબોલનો ઉત્સવ હતો. ઘણું શાનદાર રમત જોવા મળી હતી. ભારત આ ટુર્નામેન્ટની મેજબાની કરીને ગૌરવાન્વિત અને પ્રસન્ન છે.”