સુરતcના ઉઘનામાં એક વિધાર્થીને ચપ્પુના ઘા મારી હત્યા કરી દેતા ભારે ચકચાર મચી જવા પામી હતી. સુરતનાં ઉધના વિસ્તરમાં આવેલા નાગસેન નગરમાં રોહિત દશરથ આવિષ્કાર નામનો કિશોર બારમા ધોરણમાં અભ્યાસ કરતો હતો. તે કિશોર ગઇકાલે વિષ્ણુનગર-1 પાસે ટ્યુશનમાં જતો હતો. ગતરોજ ટ્યુશનેથી છૂટ્યો ત્યારે મુકેશ પીંપળે નામના 19 વર્ષનાં યુવાન ત્યાં આવી પોંહચ્યો હતો. જોકે, મુકેશની બહેન સાથે રોહિતને પ્રેમ સંબધ હતા. પોતાની બહેને રોહિતને સમજવા છતાંય તે ન માનતા મુકેશ રોહિત પર ચાપતી નજર રાખતો હતો.
જોકે ગઇ કાલે મુકેશને મોકો મળતા પહેલા રોહિત સાથે બોલાચાલી શરૂ કરી ઝઘડો કર્યો હતો અને બાદમાં પોતાની પાસે રહેલા ચપ્પું કાઢીને રોહિતના માથા અને પેટમાં ચપ્પુનાં ઘા મારી ભાગી ગયો હતો. રોહિતને ઢળી પડેલો જોઈ આજુબાજુવાળા લોકો દોડી આવ્યાં હતા અને રોહિતને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટાલ લઇ ગયા હતા. જેમાં ટૂંકી સારવાર બાદ તેનું મોત થયું હતું. પોલીસે આ મામલે હત્યાનો ગુનો નોંધી વધુ તપાસ શરુ કરી છે.