ડિફેન્ડીંગ ચેમ્પિયન રફેલ નડાલે પોતાનું જારદાર પ્રદર્શન જાળવી રાખીને અહીં વર્ષની બીજી ગ્રાન્ડ સ્લેમ ફ્રેન્ચ ઓપનની પુરૂષ સિંગલ્સની ક્વાર્ટર ફાઇનલમાં પહોંચી ગયો છે, તેના સિવાય સ્ટાન વાવરિંકા, નોવાક જાકોવિચ, મહિલા વિભાગમાં મેડીસન કીઝ, ઍશ્લે બાર્ટી, સ્લોઅન સ્ટીફન્સ, યોહાના કોન્ટા, માર્કેટા વોનદ્રોસોવા, પેટ્રા માર્ટિચ વગેરેઍ પણ ક્વાર્ટર ફાઇનલમાં પર્હોચી ગઇ છે.
નડાલે આર્જેન્ટીનાના યુઆન ઇગનેસિયો લોન્ડેરોને6-2, 6-3, 6-3થી હરાવીને અંતિમ 8માં પ્રવેશ કરી લીધો હતો, રોલાં ગેરો પર નડાલની આ 90મી જીત હતી. હવે ક્વાર્ટર ફાઇનલમાં તેનો સામનો જાપાનના કેઇ નિશિકોરી સામે થશે, જેણે બેનોઇટ પેરેને પાંચ સેટની લડત પછી 6-2, 6-7. 6-2, 6-7, 7-5થી હરાવ્યો હતો. આ તરફ પુરૂષોમાં નંબર વન ખેલાડી નોવાક જાકોવિચે જર્મનીના જાન લેનાડે સ્ટ્રફને 6-3, 6-2, 6-2થી વિજય મેળવીને અંતિમ ૮માં પોતાનું નામ દાખલ કરાવ્યું હતું. તેનો સામનો કે ખચાનોવ અને માર્ટિન ડેલ પોટ્રો વચ્ચેની મેચના વિજેતા સાથે થશે.
ફ્રેન્ચ ઓપન ક્વાર્ટરમાં ફેડરર સામે તેના જ દેશના વાવરિંકાનો પડકાર
વર્ષની બીજી ગ્રાન્ડ સ્લેમ ફ્રેન્ચની ક્વાર્ટર ફાઇનલમાંં સ્વિટઝરલેન્ડના સ્ટાન વાવરિંકાનો સામનો પોતાના જ દેશના રોજર ફેડરર સાથે થશે. વાવરિંકાઍ પ્રિ-ક્વાર્ટર ફાઇનલમાં ગ્રીસના સ્ટેફાનોસ સિતસિપાસને 7-6, 5-7,6-4, 3-6, 8-6થી હરાવીને ક્વાર્ટર ફાઇનલમાં પ્રવેશ કરી લીધો હતો. સિતસિપાસ અને વાવરિંકા વચ્ચેની આ મેચ આ ગ્રાન્ડસ્લેમની હાલની સિઝનની સૌથી લાંબી મેચ રમાઇ હતી. આ મેચ 5 કલાક અને 9 મિનીટ સુધી ચાલી હતી. ફેડરર અને વાવરિંકા વચ્ચે અત્યાર સુધી કુલ 25 મેચ રમાઇ છે અને તેમાં 22માં વિજય મેળવીને ફેડરર તેના પર પ્રભુત્વ ધરાવે છે. વાવરિંકા અત્યાર સુધી ફેડરર સામે માત્ર 3 વાર વિજય મેળવી શક્યો છે.
મહિલા વિભાગમાં જે ખેલાડીઓ આગળ વધી રહી છે તેને ધ્યાને લેતા આ વખતે કોઇ નવું જ ચેમ્પિયન બનશે
મહિલા વિભાગમાં ઍશ્લે બાર્ટીઍ સેરેનાને હરાવનાર સોફિયા કેનિન સામે 6-3, 3-6, 6-0થી વિજય મેળવ્યો હતો. તો મેડિસન કીઝે ચેક પ્રજાસત્તાકની કેટરિના સિનિયોકોવાને સીધા સેટમાં6-2,6-4થી હરાવી હતી. આ ઉપરાંત સ્લોઅન સ્ટીફન્સે ગર્બાઇન મુગુરૂઝાને 6-4, 6-3થી હરાવીને તો માર્કેટા વોનદ્રોસોવાઍ ઍનાસ્તાસિયા સેવાસ્તોવાને ૬-૨, ૬-૦થી હરાવી હતી, આ ઉપરાંત પેટ્રા માર્ટિચે કાઇયા કેનેપીને5-7, 6-2, 6-4થી હરાવી હતી, અને યોહાના કોન્ટાઍ ડોના વેકિચને6-2, 6-4થી હરાવી હતી.