ક્લે કોર્ટના બાદશાહ કહેવાતા ટેનિસ ખેલાડી રાફેલ નડાલ ઍકવાર ફરીથી આ કોર્ટ પર સૌથી વધુ ગ્રાન્ડ સ્લેમ જીતનાર સ્વિટ્ઝર્લૅન્ડના રોજર ફેડરરને હાર આપી હતી. આ બંને વર્ષની બીજી ગ્રાન્ડ સ્લૅમ ફ્રેન્ચ ઓપન સેમિફાઇનલમાં સામસામે થયાં હતા જેમાં નડાલે બાજી મારી હતી.
વર્તમાન વિજેતા બીજા ક્રમાંકિત નડાલે વર્લ્ડ નંબર -3 ફેડરરને સીધા સેટમાં 6-3, 6-4, 6-2થી હરાવ્યો હતો. આ મેચ 2 કલાક 25 મિનિટ ચાલી જેમાં નડાલે પોતાની 12મી ફ્રેન્ચ ઓપન ખિતાબ જીતવા માટે ફાઇનલમાં પગલું માંડ્યું જ્યાં તેની સામે નંબર વન સર્બિયાના નોવાક જોકોવિક અને ઑસ્ટ્રિયાના ડોમિનિક થીમ વચ્ચે રમાનારી બીજા સેમિફાઇનલ મેચના વિજેતા હશે. નડાલની ફેડરર પર આ 24મી જીત છે. ફેડરર, નડાલ પર ફક્ત 15 મેચમાં જીત નોંધાવી શક્યો છે અને આમાંથી મોટા ભાગના વિજય હાર્ડ અથવા ગ્રાસ કોર્ટ પર આવ્યા છે. ક્લે કોર્ટ પર ફેડરર ફક્ત 2 વાર જ નડાલ સામે જીત્યો છે જ્યારે 14 વખત નડાલે બાજી મારી છે.
આ બીજો મોકો હતો, જ્યારે નડાલ અને ફેડરર ફ્રેન્ચ ઓપનની સેમિફાઇનલમાં સામે સામે હતા. પહેલાં 2005માં બંને ફ્રેન્ચ ઓપનની સેમિફાઇનલમાં ઍકબીજા સામે રમ્યા હતા. ફ્રેન્ચ ઓપનમાં આ બંને વચ્ચે મોટા ભાગના ફાઇનલમાં જ મુકાબલો થતો હતો. 2006, 2007, 2008, 2011માં આ બન્ને ફ્રેન્ચ ઓપનની ફાઇનલમાં સામસામે થયા હતા જેમાં બધી વખતે નડાલે બાજી મારી હતી. ફેડરરની ખાતામાં માત્ર ઍક ફ્રેન્ચ ઓપનનું ટાઇટલ છે જે તેમણે 2009માં જીત્યું હતું. નડાલે તેની સાથે તેના 18મા ગ્રાન્ડ સ્લેમ ખિતાબ તરફ આગળ વધ્યો છે જ્યારે 20 વખત કે ગ્રાન્ડ સ્લેમ વિજેતા ફેડરરનું આ ટુર્નામેન્ટમાં પ્રવાસ અહીં સમાપ્ત થઈ ગયો છે. નડાલ 26મી વાર ગ્રાન્ડ સ્લેમ કે ફાઈનલમાં પહોંચ્યો હતો.