વર્ષની ત્રીજી ગ્રાન્ડસ્લેમના સોમવારે પહેલા જ દિવસે મહિલા અને પુરૂષ બંને સિંગલ્સમાં અપસેટ જાવા મïળ્યા હતા, મહિલા સિંગલ્સમાં તો વિશ્વની બીજી ક્રમાંકિત નાઓમી ઓસાકા બિનક્રમાંકિત ખેલાડી સામે હારીને બહાર થઇ હતી. વિમ્બલ્ડનના ઇતિહાસમાં 1968 પછી પહેલીવાર ઍવું બન્યું હતું કે જેમાં વિશ્વની બીજી ક્રમાંકિત ખેલાડી પહેલા જ રાઉન્ડમાં હારીને આઉટ થઇ હોય. આ તરફ પુરૂષ સિંગલ્સમાં છઠ્ઠા ક્રમાંકિત ઍલેકઝાન્ડર ઝ્વેરેવ પણ બિનક્રમાંકિત સામે અપસેટનો શિકાર બન્યો હતો.
યુઍસ ઓપન ચેમ્પિયન અને બીજી ક્રમાંકિત ઓસાકાને કઝાકિત્સાનની બિનક્રમાંકિત ખેલાડી યુલિયા પુતિન્તસોવાઍ 7-6, 6-2થી હરાવીને સ્પર્ધા બહાર ફેંકી હતી. યુલિયાની ઓસાકા પણ આ સતત બીજા વિજય રહ્યો છે. યુલિયાઍ આ પહેલા બર્મિંઘમ ક્લાસિકમાં પણ ઓસાકાને હરાવી હતી. પુરૂષ સિંગલ્સમાં ઝ્વેરેવને ચેક પ્રજાસત્તાકના બિન ક્રમાંકિત જિરી વેસ્લેઍ 4-6, 6-3, 6-2, 7-5થી હરાવીને બહાર ફેંક્યો હતો.
મંગળવારે બીજા દિવસે જાપાનના 8માં ક્રમાંકિત કેઇ નિશિકોરીઍ થિયાગો મોંટિયરોને 6-4, 7-6, 6-3થી જ્યારે નિક કિર્જિયોસે જાર્ડન થોમ્પસનને 7-6, 3-6, 7-6, 0-6. 6-1થી હરાવ્યો હતો. આ સિવાય મહિલા વિભાગમાં નંબર વન ઍશ્લે બાર્ટીઍ ચીનની ઝેંગ સાઇસાઇને 6-4, 6-2થી તો પાંચમી ક્રમાંકિત ઍન્જેલિક કર્બરે મારિયાને 6-4, 6-3થી, 9મી ક્રમાંકિત સ્લોઍન સ્ટીફન્સે ટિમિયા બાસિંજકીને 6-2, 6-4થી 13મી ક્રમાંકિત બેલિન્ડા બેનસિચે ઍનાસ્તાસિયા પાવ્લુચેન્કાને 6-2, 6-3થી હરાવવામાં કોઇ મુશ્કેલી નડી નહોતી.