નવી દિલ્હી : ગત વર્ષે ઍશિયન ગેમ્સમાં ગોલ્ડ મેડલ જીતનારા જેવેલિન થ્રોઅર નીરજ ચોપરાને ઇન્ડિયન ઍથ્લેટિક્સ ફેડરેશને ખેલ રત્ન ઍવોર્ડ માટે ભલામણ કરી છે, સાથે જ સ્વપ્ના બર્મન (હેપ્ટાથ્લોન), દૂતી ચંદ(૧૦૦-૨૦૦ મીટરની દોડવીર), તેજિંદર પાલ સિંહ (શોટપુટ), અરપિન્દર સિંહ (ત્રિપલ જમ્પ) અને મનજીત સિંહ (૮૦૦ મીટર દોડવીર) ઍમ ટ્રેક ઍન્ડ ફિલ્ડના પાંચ ખેલાડીઓની ભલામણ અર્જુન ઍવોર્ડ માટે કરવામાં આવી છે.
નીરજ ચોપરાને ગત વર્ષે જ અર્જુન ઍવોર્ડથી સન્માનિત કરાયો હતો. તેણે ગોલ્ડ કોસ્ટ કોમનવેલ્થમાં પણ ગોલ્ડ મેડલ જીત્યો હતો. તેની ગત વર્ષે પણ ખેલ રત્ન માટે ભલામણ થઇ હતી પણ તેને અર્જુન ઍવોર્ડથી સન્માનિત કરાયો હતો. આ વર્ષે ફરી ખેલ રત્ન માટે તેના નામની ભલામણ કરવામાં આવી છે.