ફ્રાન્સમાં રમાઇ રહેલા ફિફા મહિલા વર્લ્ડ કપમાં નેધરલેન્ડની ટીમે જોરદાર પ્રદર્શન કરીને પહેલીવાર ટુર્નમેન્ટની ફાઇનલમાં સ્થાન મેળવી લીધું છે. જ્યાં તેનો મુકાબલો ત્રણવારની ચેમ્પિયન અમેરિકાની ટીમ સાથે થશે. બુધવારે રમાયેલી સેમી ફાઇનલમાં નેધરલેન્ડે સ્વીડનને 1-0થી હરાવ્યું હતું. આ મેચમાં માત્ર એક જ ગોલ થયો હતો અને તે નેધરનેલન્ડની જેકી ગ્રોનેને એકસ્ટ્રા ટાઇમની 9મી મિનીટમાં કર્યો હતો. તેના આ ગોલને કારણે નેધરલેન્ડ મેચ જીતીને ફિફા મહિલા વર્લ્ડ કપની ફાઇનલમાં પહોંચ્યું હતુ.
નેધરલેન્ડનો આ બીજો ફિફા મહિલા વર્લ્ડ કપ છે. નેધરલેન્ડની ટીમ પહેલીવાર વર્લ્ડ કપની ફાઇનલમાં પહોંચી છે. તેનો મુકાબલો ડિફેન્ડીંગ ચેમ્પિયન અમેરિકા સાથે થશે. આ ટુર્નામેન્ટમાં અમેરિકાએ સેમી ફાઇનલમાં ઇંગ્લેન્ડને 2-1થી હ હરા્વ્યું હતું. હવે બંને ટીમ વચ્ચે ટાઇઠલ માટેનો મુકાબલો 7મી જુલાઇએ લિયો ઓલિમ્પિક્સ સ્ટેડિયમમાં રમાશે.
ઇંગ્લેન્ડને હરાવીને અમેરિકા સતત ત્રીજીવાર ફિફા મહિલા વર્લ્ડ કપની ફાઇનલમાં
એલેક્સ મોર્ગનના ગોલની મદદથી અમેરિકાએ ફિફા મહિલા વર્લ્ડ કપમાં ઇંગ્લેન્ડ સામેની સેમી ફાઇનલમાં 2-1થી વિજય મેળવીને ફાઇનલમાં પ્રવેશ કરી લીધો હતો, અમેરિકા આ સાથે સતત ત્રીજીવાર ફાઇનલમાં પ્રવેશ્યું છે. ઇંગ્લેન્ડની ટીમ હવે ત્રીજા સ્થાન માટે શનિવારે સ્વીડન સામે રમશે.
અમેરિકાની વાઇસ કેપ્ટન મોર્ગને વર્લ્ડ કપમાં પોતાનો છઠ્ઠો ગોલ કરીને પોતાની ટીમને જીત અપાવી હતી.ટીમ માટે પહેલો ગોલ ક્રિસ્ટીયન પ્રેસે 10મી મિનીટમાં કર્યો હતો અને તે પછી ઇંગ્લેન્ડ વતી થયેલો એકમાત્ર ગોલ એલેન વાઇટે 19મી મિનીટમાં કર્યો હતો. વાઇટનો તે સિવાયનો એક ગોલ રેફરીની સમિક્ષા પછી રદ કરાયો હતો. ત્રણવારની ચેમ્પિયન અમેરિકા હવે 7મી જુલાઇએ ફાઇનલમાં નેધરલેન્ડ સામે રમશે.