બેંગ્લોર : ભારતના સ્ટાર ક્યુ ખેલાડી પંકજ અડવાણીએ ઇરાનના અહેસાન હૈદરી નેઝહાદને 6-4થી હરાવીને ગુરૂવારે અહીં પોતાનું પહેલું એશિયન સ્નૂકર ટાઇટલ જીતી લીધું હતું. અડવાણીએ ફાઇનલમાં નેઝહાદને52-40, 66 (58)-0, 1-63 (62), 78-4, 35-47, 0-51, 47-35, 38-39, 53(49)-35, 51(50)-20થી હરાવ્યો હતો.
અત્યાર સુધી કુલ 21 વાર વર્લ્ડ સ્નૂકર એન્ડ બિલિયર્ડ ટાઇટલ જીતી ચુકેલા અડવાણીએ પ્રથમવાર એશિયન સ્નૂકર ટાઇટલ જીત્યું છે. તેણે આ પહેલા સેમી ફાઇનલમાં મ્યાંમારના આંગ ફ્યોને (5-2) 50-27, 92(90)-0, 86(86)-15, 12-62, 54-30, 24-70, 79-5થી હરાવ્યો હતો. પંકજ અડવાણી આ સ્પર્ધામાં ફેવરિટ તરીકે જ ઉતર્યો હતો અને તેનું પ્રદર્શન તેની ક્ષમતા અનુસાર જ રહ્યું હતું.