દિલ્હી વિધાનસભા ચૂંટણીને લઇને રાહુલ ગાંધીએ દિલ્હીના જંગપુરામાં પાર્ટીના ઉમેદ્વાર માટે ચૂંટણી પ્રાચર કરી રહ્યાં છે. રાહુલ ગાંધીએ સમગ્ર રેલીમાં કેન્દ્રની મોદી સરકારને આડે હાથ લીધી. તેમણે કહ્યું કે આજકાલ બીજેપીના નેતા દેશભક્તિની વાત કરે છે. સવાર-સાંજ પાકિસ્તાન-પાકિસ્તાન કરતા રહે છે. શું તમે બીજેપીનો એક પણ નેતા એવો જોયો જે પાકિસ્તાન જઇ હિન્દુસ્તાનનો નારો લગાવાનું સામર્થ્ય ધરાવતા હોય.
બીજેપી અને આપને આડે હાથ લેતા રાહુલે કહ્યું કે બીજેપી હોય કે આમ આદમી પાર્ટી, કોઇ કામ નથી કરી રહ્યું ફક્ત માર્કેટિંગ કરે છે. 24 કલાક તમારા પૈસે તમારી સામે પોતાનું માર્કેટિંગ કરતા રહે છે. મોદીજીએ કહ્યું દર વર્ષે બે કરોડ લોકોને નોકરી આપીશુ. મળ્યું શું… દિલ્હીમાં કેજરીવાલે રોજગાર માટે શું કર્યુંય નોટબંધી કોંગ્રેસે કરી કે નરેન્દ્ર મોદીએ, ગબ્બર સિંહ ટેક્સ કોણ લાવ્યું.
બજેટની વાત કરતા કહ્યું કે કેટલા યુવકોને રોજગારી આપી નાણા મંત્રી તે કહેવા તૈયાર નથી. 3 કલાકના બજેટના ભાષણમાં યુવકો અને ખેડુતોને કંઇ મળ્યું નહીં. ખોખલુ ભાષણ, દોઢ લાખ કરોડ રૂપિયાનું કોર્પોરેટ ટેક્સ માફ, સાડા ત્રણ લાખ કરોડ રૂપિયા ફક્ત 15 લોકો માટે. ખેડુતોના પૈસા, યુવકોના પૈસા, તમારા પૈસા નોટબંધી કરી તમારા ગજવામાંથી શેરવી લઇ 15 લોકોને આપી દીધા. તમે નામ જાણો છો.
સરકારી કંપનીઓમાં સરકારનો હિસ્સો વેચવાને લઇને રાહુલ ગાંધીએ કહ્યું કે ઇન્ડિયન ઓયલ, એર ઇન્ડિયા, હિન્દુસ્તાન પેટ્રોલિયમ, રેલ્વે, એનર્જી, લાલ કિલ્લો સુદ્ધાં વેચી નાખ્યો, ક્યાંક તાજમહેલ વેચી ન નાખે. બધુ વેચવા બેઠા છે.