વોશિંગ્ટન : અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્મ્પે ચેમ્પિયન ગોલ્ફર ટાઇગર વુડ્સને અમેરિકાનું સર્વોચ્ચ નાગરિક સન્માન પ્રદાન કરતી વખતે તેને રમતના ઇતિહાસનો લેજન્ડ ગણાવ્યો હતો. ગોલ્ફની રમતના સર્વેશ્રેષ્ઠ ખેલાડી ટાઇગર વુડ્સને અમેરિકાઍ પોતાના સર્વોચ્ય નાગરિક સન્માન મેડલ ઓફ ફ્રીડમથી સન્માનિત કરાયો હતો. વ્હાઇટ હાઉસમાં યોજાયેલા ગાર્ડન સેરેમનીમાં રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના હસ્તે વુડ્સને આ સન્માન અપાયું હતુ.વુડ્સે પોતાની માતા, બાળકો, ગર્લફ્રેન્ડ અને કેન્ડીનો આભાર માન્યો ત્યારે તેમની આંખો સજળ થઇ હતી વુડ્સનું પોતાનું ગળું પણ ભારે થયું હતું.
દેશનું આ સર્વોચ્ચ સન્માન મેળવનારો વુડ્સ ચોથો અને સૌથી યુવા ગોલ્ફર છે. 1963માં તત્કાલિન રાષ્ટ્રપતિ જોન ઍફ કેનેડી દ્વારા તેની શરૂઆત કરવામાં આવી હતી. આ સન્માન મેળવનારા અન્ય ગોલ્ફરોમાં જેક નિકલોસ, અર્નાલ્ડ પાલ્મર અને ચાર્લી સિફોર્ડનો સમાવેશ થાય છે. ઍ ઉલ્લેખનીય છે કે 43 વર્ષની વુડ્સે હાલમાં જ 10 વર્ષના લાંબા ગાળા પછી અગસ્ટામાં પાચમું માસ્ટર્સ ટાઇટલ જીતી લીધું હતું.