આવતા વર્ષની શરૂઆતથી જ સામાન્ય લોકો પર મોંઘવારીનો ફરી માર પડવાનો છે.રોજિંદા જિવનની જરૂરિયાતોની ઘણી વસ્તુઓની કિંમતમાં કંપનીઓ વધારો કરવા જઈ રહી છે,જેના કારણે લોકોના માસિક બજેટ પર ખૂબ અસર પડશે. શાકભાજીઓમાં ખાસ કરીને બટાકા, લસણ અને ડુંગળીના ભાવમાં વધારા પછી ખાદ્યતેલ, લોટ અને ખાંડના ભાવમાં 12થી 20 ટકાનો વધારો થયો છે.
જોકે, નેસ્લે, પાર્લે અને આઇટીસી જેવી ઘણી કંપનીઓએ કહ્યું છે કે, તેઓ કિંમતોમાં વધારો કરવાને બદલે તેમના ઉત્પાદનોના પેકેટની સાઈઝ ઘટાડશે. તેનાથી લોકો પર એટલો બોજો પડશે નહીં. જો કંપનીઓ પેકેટની સાઈઝ ઘટાડશે નહીં, તો કિંમતોમાં વધારો કરવામાં આવશે.
કાચો માલ થયો મોંઘો
ઈકોનોમિક ટાઈમ્સ રિપોર્ટ અનુસાર, આઈટીસીએ કહ્યું કે, ઉત્પાદનોને તૈયાર કરવામાં વપરાતો કાચા માલની કિંમતોમાં વધારાને લઈને ઘણી કંપનીઓ જલ્દી તેના વીશે નિર્ણય લઈ ચુકી છે. દૂધની કિંમતોમાં 35 ટકાના વધારા બાદ લોટ 18થી 20 ટકા, ખાંડ 14 ટકા અને ખાદ્ય તેલ 15 ટકા મોંઘુ થઈ ચુક્યું છે.
જાન્યુઆરીથી બિસ્કિટ, નૂડલ્સ, સ્નેક નમકિન,ફ્રોજન ફૂડ, કેક, સાબુ અને રેડી ટૂ ઈટ મીલ્સની કિંમતોમાં વધારો કરવામાં આવી શકે છે. કંપનીઓનું કહેવુ છે કે, જો કિંમતો નહીં વધે તો પછી તેમનો ખર્ચ વધી જશે, જેના કારણે નુકસાન થઈ શકે છે.
કોર્પોરેટ ટેક્સમાં ઘટાડાથી રાહત
કંપનીઓનું કહેવુ છે કે, કોર્પોરેટ ટેક્સ ઘટાડાથી ફાયદો થયો છે,જેના કારણે હાલ કિંમતોમાં વધારો કરવામાં આવ્યો નથી. જો સરકારને આ લાભ ન મળ્યો હોત, તો કંપનીઓ દ્વારા અત્યાર સુધીમાં કિંમતોમાં વધારો કરી દેવામાં આવ્યો હોત.