કોલુન : ભારતની બેડમિન્ટન સ્ટાર પીવી સિંધૂ અને ચીની ખેલાડી ટાઇ જૂ યિંગ વચ્ચે હોન્ગ કોન્ગ ઓપન સુપર સીરીઝની ફાઇનલ મેચ રમાઇ હતી. આ વર્ષે સિંધૂની ત્રીજી સુપર સિરિઝની ફાઇનલ હતી પરંતુ આ વખતે તે વિરોધીને માત આપી ન શકી ખેલાડીને માત ન આપી શકી. ટાઇ જૂ યિંગે સિંધૂને 21-18 ,21-18થી માત આપીને આ વર્ષે પોતાનો પાંચમો ખિતાબ જીત્યો છે.
ગત વર્ષે પણ આ જ બે મહિલા ખેલાડીઓ એકબીજાની સામસામે હતી અને ત્યારે પણ સિંધૂએ કારમા પરાજયનો સામનો કરવો પડ્યો હતો. પહેલા સેટમાં ટાઇ યૂ યિંગ સિંધૂ પર ભારે પડી. સિંધૂએ આ સેટમાં સતત સંઘર્ષ કરવો પડ્યો હતો. બીજા સેટમાં સિંધૂની શરૂઆત સારી રહી હતી અને એક સમયે બંનેનો સ્કોર 5-5 પર બરાબરી પર હતો. પછીથી ટાઇ જૂ યિંગે બીજો સેટ પણ 21-18 પર પોતાના નામે કર્યો. આ મેચ પહેલાં પણ આ બંને ખેલાડીઓ વચ્ચે 10 વાર ટક્કર થઇ ચુકી છે.