મુંબઇઃ રિઝર્વ બેન્કે ફરી એક વખત વ્યાજદર સ્થિર રાખીને લોકોને નિરાશ કર્યા છે. આજે જાહેર થયેલ ધિરાણનીતિમાં આરબીઆઇ ગવર્નર શક્તિકાંત દાસે પ્રેસ કોન્ફરન્સના માધ્યમથી બેઠકના તારણોની જાણકારી આપી. આ દરમ્યાન તેમણે જણાવ્યું કે રેપો રેટમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. ઉલ્લેખનીય છે કે રેપો રેટ 4% પર સ્થિર રહ્યો છે.
RBIના ગવર્નરે કહ્યુ કે, વધી રહેલી રાજકોષીય ખાધ રાહતો – પ્રોત્સાહન અને ઘટી રહેલી કરઆવકનું પરિણામ છે. બોન્ડ ખરીદતા સમયે માર્કેટ પાર્ટિસિપેટ્સને RBIના સંકેતો સમજવા જોઇએ. અમને વિશ્વાસ છે કે સપ્ટેમ્બરમાં રિટેલ મોંઘવારી વધશે અને ત્રીજા તેમજ ચોથા ક્વાર્ટરમાં તેમાં સુધારો જોવા મળશે. અલબત્, માંગનું પરિદ્રશ્ય એકંદરે નરમ રહ્યુ છે.
- RBI ગવર્નરે કહ્યુ કે, કેન્દ્રની માટે WMAની સીમા 1.25 લાખ કરોડ રૂપિયા રાખવામાં આવી છે.
- RBIએ જાહેરાત કરી કે ડિસેમ્બર 2020થી RTGS કોઇ પણ સમયે કરી શકાશે.
RBI ગવર્નરે કહ્યુ કે…
- વર્ષ 2020-21ના ચોથા ક્વાર્ટરમાં મોંઘવારી ઘટી શકે છે અને તે નિર્ધારિત લક્ષ્યાંકની આસપાસ રહેશે
- ચોથા ક્વાર્ટરમાં દેશનો વિકાસદર પણ સકારાત્મક રહેવાની શક્યતા
- કૃષિ, કન્ઝ્યુમર ગુડ્સ, વીજળી ને ફાર્મા સેક્ટરમાં ઝડપી રિકવરી જોવા મળશે
- વૈશ્વિક અર્થતંત્રની સ્થિતિ સારી છે, નાણાં વર્ષ 2020-21ના પ્રથમ ક્વાર્ટરના મોટું સંકોચનથી પીછો છુટી ગયો છે. ભારત કોરોના મહામારી પૂરવેના વિકાસદરને સ્પર્શી શકે છે
- ગવર્નર શક્તિકાંત દાસે કહ્યુ કે, નાણાં વર્ષ 2020-21ની જીડીપીમાં 9.5 ટકાનું સંકોચન જોવા મળી શકે છે. સપ્ટેમ્બર મહિનામાં પીએમઆઇ ગ્રોથ વધીને 56.9 ટકા થયો છે જે જાન્યુઆર 2012 પછીનું સૌથી ઉંચુ સ્તર છે.
તમામ સેક્ટરમાં પોઝિટિવ ગ્રોથની આશા
RBI ગવર્નર શક્તિકાંત દાસે જણાવ્યું કે આશા છે કે ચાલુ નાણાકીય વર્ષના અંતિમ ક્વાર્ટરમાં જીડીપી ગ્રોથ પોઝિટિવ જોવા મળી શકે છે. તમામ સેક્ટરમાં ગ્રોથ જોવા મળી રહ્યો છે. તેમને જણાવ્યું કે હવે કોરોના કરતા વધુ રિવાઇવલ પર વધુ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવી રહ્યું છે.
રિઝર્વ બેન્કે આજની ધિરાણનીતિમાં રેપો રેટમાં કોઇ ફેરફાર કરવામાં આવ્ય નહોતો. એટલે કે રેપો રેટ ચાર ટકા પર જ હતો. આવી રહેલી તહેવારોની સીઝનાં રેપો રેટમાં કાતર ચલાવાશે એવું જાણકારોનુ્ં અનુમાન હતું. પરંતુ રેપો રેટમાં કોઇ ફેરફાર કરાયા નહોતા. આ પહેલાં ઑગષ્ટમાં મોનેટરી પોલિસી કમિટિની બેઠકમાં પણ રેપો રેટમાં કોઇ ફેરફાર કરાયો નહોતો. જો કે એ પહેલાંની બે બેઠકોમાં એમપીસીએ રેપો રેટમાં ટ1.15 ટકાનો કાપ જાહેર કર્યો હતો. હાલ રેપો રેટ ચાર ટકા છે અને રિવર્સ રેપો રેટ 3.35 ટકા છે. અત્યાર પહેલાં રિઝર્વ બેંકે મોનેટરી પોલિસી કમિટિની બેઠક 28 મી સપ્ટેંબરે યોજવાની જાહેરાત કરી હતી. પરંતુ સમિતિના સભ્યોની નિયુક્તિ કરવાની બાકી હોવાથી બેઠક લંબાઇ ગઇ હતી.