સુપ્રીમ કોર્ટે પોતાના નિર્ણયમાં જણાવ્યું કે,કોઈ પણ અદાલત રાજ્ય સરકારોને SC-STને અનામત આપવાને આદેશ ના આપી શકે. અદાલતે કહ્યું કે, આ સંપૂર્ણ રીતે રાજ્ય સરકારો પર નિર્ભર છે, તેમને અનામત કે પ્રમોશનમાં અનામત આપવું કે કેમ? આથી રાજ્ય સરકાર તેને ફરજિયાત લાગૂ કરવા માટે બંધાયેલી નથી.
કોર્ટે સ્પષ્ટ કર્યું છે કે, રાજ્ય સરકાર જ્યારે અનામત આપવા ઈચ્છે, ત્યારે સરકારી નોકરીઓમાં SC-STના પૂરતા પ્રતિનિધિત્વ માટે ડેટા એકઠા કરવા બંધાયેલી છે.
શુક્રવારે જસ્ટિસ એલ નાગેશ્વર રાવ અને હેમંત ગુપ્તાની પીઠે આ વિષય પર સુપ્રીમ કોર્ટના નિર્ણય પર વિશ્વાસ વ્યક્ત કર્યો. રાજ્ય સરકાર અનામત આપવા માટે બંધાયેલી નથી. બઢતીમાં અનામતનો દાવો કરવા માટે કોઈ વ્યક્તિ પાસે કોઈ મૌલિક અધિકાર નથી. કોર્ટે રાજ્ય સરકારોને અનામત મામલે કોઈ પણ આદેશ આપવા માટે માપદંડ જાહેર નથી કરી શકતી.
અદાલતે જણાવ્યું કે, SC-STના પક્ષમાં અનામત પ્રદાન કરવા માટે આર્ટીકલ 16ની જોગવાઈ સક્ષમ બનાવે છે અને રાજ્ય સરકારોના વિવેકમાં હોય છે. જો કે રાજ્ય સરકાર જાહેર પદો પર નિમણૂંક માટે અનામત પ્રદાન કરવા માટે કોઈ આદેશ ના આપી શકાય. પીઠે જણાવ્યું કે, રાજ્ય પ્રમોશન મામલે SC-ST માટે અનામત આપવા માટે બંધાયેલું નથી.