ગુજરાતના આ શહેરમાં શિક્ષણ અધિકારી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે, જેમાં અમદાવાદમાં હવે સરકારી અને ગ્રાન્ટેડ તેમજ ખાનગી સ્કુલોમાં ભણાવતા શિક્ષકો ધરે કે ક્લાસિસમાં ટ્યુશન કરાવી શકશે નહીં.
અમદાવાદ જિલ્લા શિક્ષણ અધિકારી દ્વારા એક પરિપત્ર બહાર પાડવામાં આવ્યો છે, જેમાં જણાવવામાં આવ્યું છે કે જો શિક્ષણ અધિનિયમ 2009 મુજબ શહેરની કોઈ પણ શાળાના શિક્ષકો સ્કુલ સિવાય બાળકોને નિશુલ્ક પણ ભણાવી શકશે નહીં, જો કોઈ આ કાયદાનો ભંગ કરશે તો તેમના વિરુદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવશે