વહાન (ચીન) : ઓલિમ્પિક્સ મેડલ વિજેતા પીવી સિંધુ અને સાઇના નેહવાલ બુધવારથી અહીં શરૂ થઇ રહેલી એશિયન બેડમિન્ટન ચેમ્પિયનશિપમાં જ્યારે ઉતરશે ત્યારે એ બંનેની નજર આ ટુર્નામેન્ટમાં ભારતના 54 વર્ષના વિજયના દુકાળનો અંત લાવવા પર હશે. એશિયન ચેમ્પિયનશિપની પુરૂષ સિંગલ્સમાં દિનેશ ખન્નાએ છેલ્લે 1965માં આ ટાઇટલ જીત્યું હતુ તે પછી કોઇ ભારતીય ખેલાડી આ ટૂર્નામેન્ટ જીતવામાં સફળ થયો નથી. ગત વર્ષે જો કે ગત વર્ષે એચ એસ પ્રણોય અને સાઇના નેહવાલ પોતપોતાની કેટેગરીમાં બ્રોન્ઝ મેડલ જીત્યા હતા.
સાઇનાએ આ ઉપરાંત 2010 અને 2016માં બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. જ્યારે સિંધુએ 2014માં દક્ષિણ કોરિયામાં થયેલી આ ટુર્નામેન્ટમાં બ્રોન્ઝ મેડલ પોતાના નામે કર્યો હતો. ભારતીય ખેલાડીઓ માટે માથાના દુખાવા જેવી તાઇ ઝુ યિંગે આ ટુર્નામેન્ટમાંથી પોતાનું નામ પાછું ખેંચી લીધું છે. જો કે છતાં સાઇના અને સિંધુ સામે અકાને યામાગુચી, ચેન યુફેઇ, રત્નાચોક ઇન્તાનોન અને અન્ય ખેલાડીઓ આકરો પડકાર ઊભો કરી શકે છે.
સિંધુ સિંગાપોર ઓપનમાં સિઝનની પોતાની બીજી સેમી ફાઇનલમાં જાપાનની નોઝોમી ઓકુહારા સામે હારી ગઇ હતી. કોમનવેલ્થ ગેમ્સની બે વારની ગોલ્ડ મેડલ વિજેતા સાઇનાને ઓકુહારાએ કવાર્ટર ફાઇનલમાં હરાવી હતી. ડિસેમ્બરમાં વર્લ્ડ ટૂર ફાઇનલની વિજેતા સિંધુ આ ટૂર્નામેન્ટ દ્વારા સિઝનનું પોતાનું પ્રથમ ટાઇટલ જીતવા ઇચ્છશે. પહેલા રાઉન્ડમાં તે જાપાનની સયાકા તાકાહાશી સામે રમશે. જ્યારે સાઇના ચીનની હાન યે સામે પોતાનું અભિયાન આરંભશે,