શિયાન : રિયો ઓલિમ્પિક્સની બ્રોન્ઝ મેડલિસ્ટ અને ઍશિયન ગેમ્સની ચેમ્પિયન વિનેશ ફોગાટે શુક્રવારે અહીં ઍશિયન રેસલિંગ ચેમ્પિયનશિપમાં બ્રોન્ઝ મેડલ જીત્યા હતા. આ સાથે જ ચેમ્પિયનશિપમાં ભારતીય મહિલાઓના અભિયાનનો અંત ગોલ્ડ મેડલ વગર આવ્યો હતો. સાક્ષીઍ 62 કિગ્રાની કેટેગરીમાં જ્યારે વિનેશ 53 કિગ્રાની કેટેગરીમાં ક્વાર્ટર ફાઇનલમા હારી હતી. જો કે તેમની સામે વિજેતા થયેલી રેસલર ફાઇનલમાં જતાં તેમને રેપચેઝ રમવાની તક મળી અને તેમાં તેઓ બ્રોન્ઝ મેડલ જીતી હતી.
બ્રોન્ઝ મેડલ માટેના પ્લેઓફ મુકાબલામાં વિનેશે ચીનની વર્લ્ડ ચેમ્પિયનશિપની બ્રોન્ઝ મેડલિસ્ટ કિયાનયુ પાંગને 8-1થી જ્યારે સાક્ષીઍ ઉત્તર કોરિયાની હિયોન ગિયોંગ મુનને 9-6થી હરાવી હતી. ભારત માટે ઍ પહેલા ગુરૂવારે મંજૂ કુમારીઍ 59 કિગ્રા અને દિવ્યા કાકરાને 68 કિગ્રાની કેટેગરીમાં બ્રોન્ઝ જીત્યો હતો. આ સાથે ભારતીય મહિલાઓઍ ચાર મેડલ સાથે પોતાના અભિયાનનો અંત આણ્યો હતો. જા કે તેમના મેડલમાં ઍક પણ ગોલ્ડ મેડલ સામેલ નથી.
