કોરોના વાયરસ ફેલાવા ની શક્યતા ને લઇ ગુજરાત સરકારે મોટો નિર્ણય કર્યો છે અને આજે આરોગ્ય કમિશનર જયંતિ રવિએ તાત્કાલિક પ્રેસ કોન્ફરન્સ યોજી તા.31મી માર્ચ સુધી શાળા અને કોલેજ સહિત મોલ અને મલ્ટીપ્લેક્સ તથા સ્વિમિંગ પુલ બે અઠવાડિયા સુધી બંધ રાખવા આદેશ કરવામાં આવ્યો છે. એટલું જ નહીં, સરકારે જાહેરમાં થૂંકવા ઉપર પણ પ્રતિબંધ લગાવી જાહેરમાં થૂંકનારને 500 રૂપિયાનો દંડ નો અમલ કરાવવા નો આદેશ કરતા લોકો માં ખરીદી માટે હોડ લાગી છે અને મોલ માં જીવન જરૂઆત ની ચીજ વસ્તુઓ ખૂટી પડી છે.
ગુજરાતના આરોગ્ય કમિશનર અને મુખ્ય સચિવ અનિલ મુકમે આજે પ્રેસ કોન્ફરન્સને સંબોધન કર્યું હતું. જેમાં તેઓએ જણાવ્યું કે, ગુજરાતમાં સોમવાર એટલે કે તારીખ 16 માર્ચથી 31 માર્ચ સુધી તમામ શાળા અને કોલેજો બંધ રાખવાનો આદેશ કરાયો છે. સાથે જ તેઓએ કહ્યું કે, મોલ-મલ્ટીપ્લેક્સ અને સ્વિમિંગ પુલ પણ બે અઠવાડિયા સુધી બંધ રાખવા માટે આદેશ કરાયો છે. ધાર્મિક સંસ્થાઓને પણ લોકોને ભેગાં થાય તેવાં કાર્યક્રમો ન કરવા માટે અપલી કરવામાં આવી છે. આંગણવાડી પણ બે અઠવાડિયા સુધી બંધ રાખવાનો આદેશ કરવામાં આવ્યો છે.
જો કે શિક્ષકો અને સ્ટાફે ઓફિસમાં હાજર રહેવું પડશે તેવો પણ આદેશ સરકારે કર્યો છે. ધોરણ 10 અને 12ની પરીક્ષા રાબેતા મુજબ ચાલુ રહેશે તેવું પણ જણાવવામાં આવ્યું હતું. સાથે જ આરોગ્ય કમિશનરે લોકોને સાવચેત રહેવા અને ભીડભાડવાળી જગ્યાઓએ ન જવા લોકો ને અપીલ કરવામાં આવી રહી છે.