નવી દિલ્હી : નેશનલ રાઇફલ્સ ઍસોસિઍશન ઇન્ડિયા (ઍનઆરઍઆઇ)ઍ મહિલા શૂટર હીના સિદ્ધુ અને અંકુર મિત્તલને પ્રતિષ્ઠિત રાજીવ ગાંધી ખેલ રત્ન ઍવોર્ડ આપવાની ભલામણ કરી છે. ઍશિયન ગેમ્સની બ્રોન્ઝ મેડલિસ્ટ હીના 2013માં આઇઍસઍસઍફ વર્લ્ડકપ ફાઇનલ્સમાં 10 મીટર ઍર રાઇફલ સ્પર્ધામાં ગોલ્ડ મેડલ જીતનારી પ્રથમ ભારતીય બની હતી. તેને 2014માં અર્જુન ઍવોર્ડથી સન્માનિત કરાઇ હતી. જ્યારે અંકુરે 2018માં સાઉથ કોરિયાના ચાગવોનમાં યોજાયેલી આઇઍસઍસઍફ વર્લ્ડ શૂટિંગ ચેમ્પિયનશિપમાં ડબલ ટ્રેપ સ્પર્ધામાં ગોલ્ડ મેડલ જીત્યો હતો. આ ઉપરાંત તેણે 2017માં વર્લ્ડ ચેમ્પિયનશિપમાં સિલ્વર મેડલ જીત્યો હતો. તેને ગત વર્ષ અર્જુન ઍવોર્ડથી સન્માનિત કરાયો હતો.
