સિંગાપોર : ઓલિમ્ક્સિ સિલ્વર મેડલિસ્ટ પીવી સિંધુ હાલના પોતાના નિરાશાજનક પ્રદર્શનને ભુલાવીને મંગળવારથી અહીં શરૂ થઇ રહેલી 3,55,000 ડોલરનું ઇનામ ધરાવતી સિંગાપોર ઓપન બેડમિન્ટન ટૂર્નામેન્ટથી ફોર્મમાં પાછા ફરવાની આશા રાખે છે. સિંધુ ઓલ ઇંગ્લેન્ડ ચેમ્પિયનશિપના પહેલા રાઉન્ડમાં હારી હતી, જ્યારે મલેશિયા ઓપનમાં તે બીજા રાઉન્ડથી આગળ વધી શકી નહોતી. આ બંને ટુર્નામેન્ટમાં તેને કોરિયાની સુંગ જી હ્યુને હરાવી હતી. તે ઇન્ડિયા ઓપનની સેમી ફાઇનલ સુધી પહોંચી હતી પણ ત્યાં તે ચીનની હી બિંગજિયાઓ સામે હારી હતી.
સિંગાપોરમાં સિંધુ ભારતીય પડકારની આગેવાની સંભાળશે અને ઇન્ડોનેશિયાની લાયની ઍલેસાન્દ્રા મૈનાકી સામે રમીને પોતાનું અભિયાન તે આરંભશે. આ સિઝનમાં ટાઇટલ જીતનારી ઍકમાત્ર ભારતીય સાઇના નેહવાલ પોતાના પહેલા રાઉન્ડમાં ડેન્માર્કની હોયમાર્ક કયાર્સફીલ્ડ સામે રમીને અભિયાન શરૂ કરશે.