બેંગકોક : અહીં ચાલી રહેલી ઍશિયન બોક્સિંગ ચેમ્પિયનશિપમાં ભારતના 52 કિગ્રાની કેટેગરીમાં અમિત પંઘાલ અને 56 કિગ્રાની કેટેગરીમાં કવિન્દર સિહ બિષ્ટ ઉપરાંત દીપક સિંહ, આશીષ કુમારની સાથે જ પૂજા રાની અને સિમરનજીત કૌર સહિત કુલ છ ભારતીય બોક્સરોઍ ફાઇનલની ટિકીટ કપાવી હતી. જ્યારે અન્ય સાત બોક્સરો શિવા થાપા, આશીષ અને સતીશ કુમાર તેમજ મહિલાઓમાં સરિતા દેવી, મનીષ।, નિખત ઝરીન અને સોનિયા ચહલે બ્રોન્ઝથી સંતોષ માનવો પડ્યો હતો.
પંઘાલ અને બિષ્ટે સતત પ્રભાવશાળી પ્રદર્શન કરીને ઇન્ટરનેશનલ લેવલે પોતાના બીજા ગોલ્ડ મેડલ ભણી વધુ ઍક મજબૂત ડગ માંડ્યું હતું, પંઘાલે ખંડિત ચુકાદામાં ચીનના હુ ઝિયાનગુઆનને હરાવ્યો હતો. જ્યારે બિષ્ટે મોંગોલિયાના અંખ ઉમર ખાખુને હરાવ્યો હતો. આ મુકાબલામાં બંને બોક્સરોને આંખમાં ઇજા થઇ હતી.
શિવા થાપા, આશીષ અને સતીશ કુમાર તેમજ મહિલાઅોમાં સરિતા દેવી, મનીષ।, નિખત ઝરીન અને સોનિયા ચહલે બ્રોન્ઝથી સંતોષ માનવો પડ્યો
સતત ચોથી વાર સેમી ફાઇનલમાં પહોંચેલા શિવા થાપાના અભિયાનનો અંત આવતા તેણે બ્રોન્ઝ મેડલથી સંતોષ માનવો પડ્યો હતો. થાપા ઉપરાંત આશિષ ઉઝબેકિસ્તાનના બોબો ઉસ્માન બાતુરોવ સામે 0-5થી હારતા અને સતીશ કુમારે ઇજાને કારણે હરીફ બોક્સરને વોકઓવર આપતાં તેમણે પણ બ્રોન્ઝથી સંતોષ માનવો પડ્યો હતો. મહિલાઓમાં ઍલ સરિતા દેવી ચીનની યાંગ વેનલુ સામે, મનીષા તાઇવાનની હુઆંગ સિયાઓ વેન સામે, નિખત ઝરીન વિયેતનામની નગુયેન થી તામ સામે અને સોનિયા સ્થાનિક નીલવાન ટેસ્ચ્યુપ સામે હારી જતાં તેમણે પણ બ્રોન્ઝથી સંતોષ માનવો પડ્યો હતો. આ સિવાય પૂજાઍ કઝાકિસ્તાનની ફરીઝા શોલટેને જ્યારે સિમરનજીત કૌરે ઉઝબેકિસ્તાનની માફતુનાખોન મેલીવાને હરાવીને ફાઇનલમાં પ્રવેશ કર્યો હતો.