સુરત શહેર કોંગ્રેસના નવા જાહેર થયેલા માળખામાં એક માત્ર કબીર જુથના સૌથી વધુ માણસોને લેવામાં આવ્યા છે. કબીર જુથનું કહીએ તો એક સાશન સ્થાપી દેવામાં આવ્યું હોય એવું લાગી રહ્યું છે. જવાહર ઉપાધ્યાય ગૃપનો સંપુર્ણ પણે સફાયો કરવામાં આવ્યો છે. હવે જોવાનું એ છે કે આ જે માળખું બનાવવામાં આવ્યું છે તે સુરત શહેરના કોંગ્રેસ સંગઠનને કેટલું મજબુત કરે છે અને આવનાર લોકસભાની ચૂંટણીમાં કોંગ્રેસન સંગઠનને કેવી દીશા આપે છે તે મહત્વનું બની રહેશે.
કોંગ્રસને લાગેવળગે છે ત્યાં સુધી નવા હોદ્દેદારોની નિમણૂંકમાં સીધી રીતે કદીર પીરઝાદા જૂથના જ માણસોને પ્રાધાન્ય આપવામાં આવ્યું છે. અન્ય જૂથોનો નામ પુરતા સમાવેશ કરવામાં આવ્યો છે. સુરત શહેર કોંગ્રેસ પ્રમુખ બાબુ રાયકાએ આ વખતે કાતર ચલાવી હોવાનું દેખાઈ રહ્યું છે.
ઉપપ્રમુખ – 31
ખજાનચી – 1
મહામંત્રી – 54
પ્રવક્તા – 1
મંત્રી – 68
કોર કમીટી – 53
કારોબારી સ્થાયી સભ્ય – 80