વોશિંગ્ટન : અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ આગામી છઠ્ઠી મેના રોજ દિગ્ગજ ગોલ્ફર ટાઇગર વુડ્સને પ્રેસિડેન્સિઅલ મેડલ ઓફ ફ્રીડમ વડે નવાજશે. વુડ્સ રાષ્ટ્રપતિ ટ્રમ્પના હસ્તે વ્હાઇટ હાઉસમાં આ મેડલ સ્વીકારશે. માહિતી અનુસાર ગોલ્ફમાં જારદાર ફાળાને કારણે વુડ્સને આ મેડલ આપવામાં આવી રહ્યો છે.
પ્રેસિડેન્સિઅલ મેડલ ઓફ ફ્રીડમ અમેરિકાનું સૌથી મોટું નાગરિક સન્માન ગણાય છે. આ સન્માન મેળવનારો વુડ્સ ચોથો ગોલ્ફર છે. ૧૯૬૩માં તત્કાલિન રાષ્ટ્રપતિ જોન ઍફ કેનેડી દ્વારા તેની શરૂઆત કરવામાં આવી હતી. આ સન્માન મેળવનારા અન્ય ગોલ્ફરોમાં જેક નિકલોસ, અર્નાલ્ડ પાલ્મર અને ચાર્લી સિફોર્ડનો સમાવેશ થાય છે. ઍ ઉલ્લેખનીય છે કે 43 વર્ષની વુડ્સે હાલમાં જ 10 વર્ષના લાંબા ગાળા પછી અગસ્ટામાં 5મું માસ્ટર્સ ટાઇટલ જીતી લીધું હતું.