Unemployment માર્ગો કેમ ન બનાવ્યા? 30 હજાર લોકોને સરકારે બેકાર બનાવી દીધા
દિલીપ પટેલ
અમદાવાદ, એપ્રિલ 2025
Unemployment છોટા ઉદેપુરમાં જંગલો અને પથ્થરોથી ઘેરાયેલો વિસ્તાર હોવાથી ખેતી પણ થઈ શકતી નથી. કુદરતે સફેદ પથ્થરોની ખાણો આપી છે. સફેદ સોનું ગણાતા પથ્થરો છે. અહીં 69 ડોલોમાઇટ ખાણો બંધ થતાં 30 હજાર શ્રમિકો બેરોજગાર થયા છે. ડોલામાઈટ પથ્થરનો પાવડર બનાવવાનાં 107 કારખાના બંધ થવાના આરે છે. ખાણ ખનીજ ખાતા તરફથી ડોલોમાઈટ પથ્થરની લીઝોની પર્યાવરણીય મંજૂરી માટેની અરજીઓ રદ્દ કરાઈ છે, તેથી ખાણો બંધ છે. અહીં 72 કરોડ ટન ડોલામાઈટ જમીનમાં અનામત જથ્થો ધરાવે છે.
છોટાઉદેપુર જિલ્લાનો એકમાત્ર ઉદ્યોગ ડોલોમાઈટ છે, તે પણ મંદી અને સરકારની આદિવાસી વિરોધી નીતિના કારણે બંધ થઈ ગયો છે. ડોલોમાઈટ ખનીજ કઈ રીતે બન્યું તેનું વણઉકેલાયેલુ રહસ્ય છે.
ખાણ બંધ
પથ્થરની લીઝ બંધ કરી દેવામાં આવી છે. ખાણોની અંદર 5 હજાર મજૂરો કામ કરે છે.
અંબાલા, ચઠાવાડા, આંત્રોઈ, ચીલ્યાવાંટ, કોલિયાથર, ભીપુર, ખસરા, લેહવાંટ, નકામ્લી, પડાળિયા,
પડરવાંટ, રાયસિંગપુર, સુરખેડા, દાડીગામ, ઝેર, હાંસોટ, દિવાવાંટ, ધમોડી ગામોમાં ખાણો છે.
32 ડોલોમાઇટ પથ્થરની ખાણો 65 વર્ષથી નિરંતર ચાલતી રહી છે. કારખાનાઓને 32 પથ્થરની ખાણો કાચો માલ પૂરો પાડે છે. પર્યાવરણ – EC સર્ટી રદ થવાને કારણે ખાણ માલિકોએ તેઓની ખાણ બંધ કરવાની ફરજ પડી છે.
પથ્થર પીસીને ખડી પાઉડર બનાવતા 125 કારખાનાને કાચો માલ મળતો બંધ થઈ ગયો છે.
કારણ
25 નાની અને 6 મોટી પથ્થરની ખાણો આવેલી છે. જેના એન્વાયરમેન્ટ સર્ટી જિલ્લા મથકેથી વર્ષ 2017/18માં તંત્ર દ્વારા આપવામાં આવ્યા હતા. જેને 2023માં NGT નેશનલ ગ્રીન ટ્યુબિનલ દ્વારા રદ કર્યા હતા. રાજ્યના ખાણ અને ખનીજ વિભાગ પર્યાવરણ પ્રમાણપત્ર આપે એવો હુકમ કર્યો હતો. ખાણમાં જવાના ખાનગી માર્ગો હોવા છતાં માર્ગોનું કારણ આપીને પરવાના રદ કરાયા છે. 2023 માં નવા સર્ટી મેળવવા જતા રસ્તાને કારણે ના મંજૂર કરવામાં આવ્યા છે. નિયમ પ્રમાણે ઇસી કેન્સલ થાય તો માઈન્સ બંધ કરી દેવી પડે છે. વર્ષોથી રસ્તા ન હતા. રસ્તા પોતાની જગ્યામાં બનાવવામાં આવ્યા છે. જેની સામે સરકારને વાંધો છે. સરકાર તરફથી નવા ઇસીનો આદેશ આવ્યા બાદ ફરી શરૂ કરવામાં આવશે.
શહેર બંધ
ભૂપેન્દ્ર પટેલની સરકારના નિર્ણયનાં વિરોધમાં છોટાઉદેપુર સજ્જડ બંધ રહ્યું હતું. સરકારના નિર્ણયનાં વિરોધમાં મૌન રેલી નીકળી હતી. ભાજપ સરકારના વિરોધમાં દુકાનો, રોજગાર ધંધા બંધ રાખવાની સાથે જ તમામ ઉદ્યોગપતિઓ પોતાના ફેક્ટરી કારખાના સ્વયંભૂ બંધ રાખી વિરોધ નોંધાવ્યો હતો. નિવાસી કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. ઉદ્યોગ મૃતપ્રાય થઈ શકે છે તેથી નિર્ણય લઈ વહેલી તકે માઈનિંગ પૂર્વવત ચાલુ કરવા માંગ કરવામાં આવી છે.
રોજગારી
મુખ્ય રોજગારી આપતો વેપાર બંધ થઈ ગયો છે. 70 ગામોનાં લોકો આ ક્ષેત્રથી રોજગારી મેળવી રહ્યા છે. આશરે 20 થી 25 હજાર મજુરોને રોજગારી અને ધંધો ગુમાવવો પડે તેમ છે. 100 કિલોમીટર વિસ્તારમાં ડોલોમાઈટ એકમાત્ર રોજગારીનું માધ્યમ છે. 30 હજાર રોજગારી છે. ટ્રાન્સપોર્ટના 600 કર્મચારીઓ છે.
મંદી
કેટલાક વર્ષોથી મંદીનો માર છે. મંદીના કારણે પથ્થરની માંગ નથી. જે પથ્થર વેચાય છે. તેના પણ નાણા સમયસર આવતા નથી. જેને લઈ ખાણ ચલાવવા રોજિંદુ ખર્ચ કાઢવા પણ મુશ્કેલ
ચોમાસામાં ખાણ બંધ
જૂન મહિનાથી વરસાદ પડયા પછી ખાણમાં કામ બંધ થાય છે. ડોલોમાઈટ પ્રોસેસિંગ યુનિટોને ડિસેમ્બર મહિના સુધી ઉપયોગમાં લેવા માટેનો જથ્થો જૂન મહિના પહેલા સંગ્રહ કરી રાખે છે. ડોલોમાઈટ પથ્થરનો સ્ટોક કરવો મુશ્કેલ થઈ ગયું છે. વેપારીઓના વહેવારો અટકી પડે તેમ છે તેથી મંદી આવશે.
ઉપયોગ
તેના પાઉડરનો ઉપયોગ હંમેશા સિરામિક ફેક્ટરી , ડિટર્જન પાવડર ફેક્ટરી, રંગ, દવા, સ્ટીલ, રાસાયણિક ઉદ્યોગ, ધાતુશાસ્ત્ર, કાચ, સિમેન્ટ અને અન્ય ક્ષેત્રો. આર્કિટેક્ચરલ શણગારમાં થાય છે, શિલ્પ, હસ્તકલામાં થાય છે.
વેપાર
ગુજરાતમાં 7,200 લાખ ટન ડોલોમાઈટ ખનીજનો અનામત જથ્થો છે.
ડોલોમાઈટનું ચૂર્ણ કે ખડી કરવા માટે 12 કારખાનાઓને પહેલાં મંજૂરી હતી.
2003–2004માં ઉત્પાદન 3,14,105 મેટ્રેક ટન હતું. જે 20 વર્ષ પછી 4 લાખ ટન હોવાનો અંદાજ છે. 600 કરોડની મજૂરી છે અને
પથ્થર 20 કરોડનો નિકળે છે.
આ ઉદ્યોગ મજૂરી આપતો ઉદ્યોગ છે.
પથ્થરનો ભાવ પ્રતિ ટન રૂ. 370 હતો તે એક વર્ષ પહેલાં વધારીને રૂ. 450 કરવામાં આવ્યો હતો.
મિલોના વેપારને હ઼તાલથી રોજના 60 લાખનું નુકસાન થઈ રહ્યું છે.
300 ટ્રક ચાલે છે.
રોજનું 6,000 ટન માલનું ઉત્પાદન.
સરકારને રોજની 5 લાખ રોયલ્ટી.
રોજની 4.50 લાખ જી એસ ટી.
મહિને 3 કરોડ વીજળીનું બિલ.
એક ફેક્ટરી દીઠ 2 કરોડનું રોકાણ છે.
ગુજરાત, મહારાષ્ટ્ર, કર્ણાટક, આંધ્રપ્રદેશ રાજ્યોમાં ડોલોમાઈટ પાઉડરનો વેપાર છે.
ડોલોમાઈટ ઉદ્યોગ અન્ય રાજ્ય તરફ જતો રહેશે.
સંગઠનો
છોટાઉદેપુર વેપારી મહામંડળ, માઈન્સ એસોસિએશન, મિનરલ મરચંટ એસોસિએશન, ટ્રાન્સપોર્ટ એસોસિએશન, લઘુ ઉદ્યોગ વેપારી મંડળ દ્વારા બંધનું એલાન આપવામાં આવ્યું હતું. છોટાઉદેપુર માઇન્સ એસોસિએશનના પ્રમુખ મહંમદ યુસુફ મલા, મિનરલ મર્ચન્ટ એસોસિએશન ઉપ પ્રમુખ વિઠ્ઠલ પટેલ, મહામંત્રી રમાકાંત ધોબી છે. છોટાઉદેપુર ટ્રાન્સપોર્ટ એસોસિએશનના પ્રમુખ કનુ ગઢવી છે.
પહેલી હડતાલ
એક વર્ષ પહેલાં વેપાર બંધ કરાયો અને હડતાલ પાડી હતી. વાહનો પર જીપીએસ લગાવવાનો વિરોધ કરતાં હતા. ડોલોમાઈટના ભાવમાં કરેલા વધારાના વિરોધમાં અચોક્કસ મુદતની હડતાળ પાડી છે.
નેતાગીરી
છોટાઉદેપુર જિલ્લા પ્રભારી પ્રધાન ભીખુ પરમાર, સાંસદ જશુ રાઠવા, ધારાસભ્ય સાથે મુખ્ય પ્રધાનને મળશે. મોહનસિંહ રાઠવાને શ્રેષ્ઠ ધારાસભ્ય તરીકે સન્માનિત કરાયા હતા અને તેના જ વિસ્તારમાં ખાણો બંધ થઈ છે. તેઓ વિરોધ પક્ષના નેતા રહી ચૂક્યા છે. હાલોલ, છોટાઉદેપુર, જેતપુર, સંખેડા, ડભોઇ, પાદરા અને નાંદોદ આ સાત વિધાનસભા ક્ષેત્ર છે.
ગેરકાયદે ખાણો
અનેક સ્થળોએ ડોલામાઈટ પથ્થરનું ગેરકાયદે ખોદકામ થતું હોય છે. કાનાવાંટ અને દડી ગામ ખાતે ડોલોમાઇટ પથ્થરની ખાણોમાં ગેરકાયદે ખનીજ કાઢવામાં આવતું હતું. ફેબ્રુઆરી 2025માં રૂ. 2 કરોડનો માલ પકડાયો હતો. 20 વાહનો પકડાયા હતા. ડોલોમાઇટની ખાણો પર કાર્યવાહી કરવામાં આવે તેવું ભાગ્યેજ બનતું હોય છે.
ડોલોમાઈટ શું છે
ડોલોમાઇટ એ કેલ્શિયમ અને મેગ્નેશિયમનો બેવડો કાર્બોનેટ છે. સામાન્ય રીતે તે સિલિકા, એલ્યુમિના અને આયર્ન ઓકસાઇડની અશુદ્ધિ ધરાવે છે. વ્યાપારી ઉપયોગ માટે બધી અશુદ્ધિઓનું કુલ પ્રમાણ 7 %થી વધુ હોવું ન જોઈએ. તેથી વધુ અશુદ્ધિ હોય તો તે ઔદ્યોગિક ઉપયોગ માટે યોગ્ય રહેતો નથી.
ચિરોડી, ચૂનો, ચૂનાના ખડકો, પાયરાઇટ, ગંધક, મેગ્નેસાઈટ, ડોલોમાઇટ, ઍપ્સોમાઇટ જેવા ખનીજ દ્રવ્યો સલ્ફેટ ખાતરો માટે વપરાય છે. ડોલોમાઇટ એક પથ્થર નથી. ડોલોમાઇટ એક ખનિજ છે. ડોલોમાઇટ એ ડોલોમાઇટ ખનીજથી બનેલો એક કાંપ ખડક છે. ઘણીવાર ચૂનાના પથ્થર અને શેલ જેવા ખડકો સાથે સહ અસ્તિત્વ ધરાવે છે.
ચોક્કસ રાસાયણિક રચના અને ક્રિસ્ટલ બાંધો છે. ડોલોસ્ટોનમાં ડોલોમાઇટ હોય છે જે એક કાંપથી બનેલો ખડક છે. સફેદ, ઓફ વ્હાઇટ અથવા હળવો પીળો રંગ હોય છે. તેમાં આયર્ન હોય તો આછો ભુરો અથવા ગુલાબી હોઈ શકે છે. શુદ્ધ ડોલોમાઇટ રંગહીન અને પારદર્શક હોય છે. કાચની ચમક અથવા રેશમની ચમક જેવો.
ડોલોમાઈટ પાવડર બાઈન્ડર ઉમેરીને ગોળાકાર આકારમાં દબાવવામાં આવે છે, જે પરિવહન અને ઉપયોગમાં સરળ છે