મહેસાણાની ઊંઝા APMCની આજે ચૂંટણી છે. આજે સવારે 9થી 5 વાગ્યા દરમિયાન મતદાન યોજાશે. આ ચૂંટણીમાં આશા પટેલ અને નારાયણ પટેલનું જૂથ ચૂંટણીના સામસામે છે. ભાજપ સામે ભાજપ જ APMC કબ્જે કરવા મેદાનમાં ઉતર્યું છે.
નારાયણ પટેલનું જૂથ વિશ્વાસ પેનલના નામથી ચૂંટણી જંગમાં છે ત્યારે આશા પટેલનું જૂથ વિકાસ પેનલના નામથી ચૂંટણી જંગમાં ઉતર્યું છે. આજે ચૂંટણીમાં ખેડૂત અને વેપારી વિભાગ માટે મતદાન થશે. ખેડૂત વિભાગમાં 313 મતદાર અને વેપારી વિભાગમાં 1631 મતદાર મતદાન કરશે.
ખેડૂત વિભાગમાં 16 ઉમેદવાર મેદાનમાં છે, જ્યારે વેપારી વિભાગમાં 6 ઉમેદવાર મેદાનમાં છે. આશાબેન પટેલ જૂથના દિનેશ પટેલ ચૂંટણી જંગમાં ઉતર્યા છે તો નારાયણ પટેલના પુત્ર ગૌરાંગ પટેલ ખેડૂત વિભાગમાંથી ચૂંટણી લડી રહ્યા છે .