કેન્દ્રીય ગૃહમંત્રાલયે અનલોક-4 ની ગાઈડલાઈન્સ જાહેર કરી દીધી છે અનલોક-4માં દેશભરની મેટ્રો સેવાઓ ફરીથી શરૂ કરવાની મંજુરી આપી દેવામાં આવી છે. જોકે શાળા-કોલેજોને કોઈ જ છુટછાટ આપવામાં આવી નથી. 30 સપ્ટેમ્બર સુધી આ ગાઈડલાઈન્સનો અમલ કરાશે.. આ ગાઈડલાઈનમાં મહિનાઓ બાદ થિયેટરો ખોલવાની મંજુરી આપવામાં આવી છે.
કોરોના વાયરસની મહામારીના કારણે દેશભરમાં જાહેર કરવામાં આવેલા લોકડાઉન બાદ હવે ધીમે ધીમે અનલોકની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. દેશમાં આગામી મહિનેથી અનલોક-4 લાગુ પડશે. આ દરમિયાન શું શું ખુલશે અને કઈ કઈ છુટછાટ આપવામાં આવશે તેને લઈને કેન્દ્રીય ગૃહમંત્રાલયે ગાઈડલાઈન જાહેર કરી છે. કેન્દ્રીય ગૃહમંત્રાલયે આજે અનલોક-4ની ગાઈડલાઈન્સ જાહેર કરી હતી. કોરોના મહામારીની સ્થિતિને ધ્યાનમાં રાખતા અનેક નિર્ણયો લેવામાં આવ્યા છે. આ નવી ગાઈડલાઈન્સ પ્રમાણે 30 સપ્ટેમ્બર સુધી શાળા – કોલેજો બંધ રહેશે. જોકે થિયટરો ખોલવાની મંજુરી આપવામાં આવી છે. 21 સપ્ટેમ્બરથી થિએટર શરૂ થઈ શકશે પરંતુ માત્ર ઓપન એર થિયેટર જ.