ગુજરાતના પૂર્વ ગૃહમંત્રી હરેન પંડ્યાની હત્યામાં સોહારબુદ્દીનના સાગરિત આઝમ ખાને સ્પેશિયલ કોર્ટમાં જૂબાની આપી નવો ઘટસ્ફોટ કર્યો છે અને ડીજી વણઝારાએ સોહરાબુદ્દીનને સોપારી આપી હતી અને ત્યાર બાદ હરેન પંડ્યાની ગોળી મારી હત્યા કરી કરવામાં આવી હોવાની ગવાહી આપતા સનસનાટી ફેલાઈ ગઈ છે.
મુદ્દો એ છે ડીજી વણઝારાએ હરેન પંડ્યાની સોપારી કેમ આપી? કોના કહેવાથી આપી હતી? આવા પ્રશ્નો સતત ઘૂમરાઈ રહ્યા છે. હરેન પંડ્યાના પત્ની હાલ ભાજપ સરકારમાં ચાઈલ્ડ રાઈટ્સ પેનલના ચીફ છે. પતિ હરેન પંડ્યાની હત્યાની લડાઈને તેઓ છેક સીબીઆઈ સુધી લઈ ગયા હતા. કોંગ્રેસની સરકારમાં અનેક ધક્કા ખાધા હતા પરંતુ પરિણામ શું આવ્યું? તમામ આરોપીઓ આજે જેલની બહાર છે.
ભાજપની સરકારમાં ભાજપના નેતાની હત્યામાં ન્યાય ન મળ્યો હોવાનું હરેન પંડ્યાના પિતા વિઠ્ઠલ પંડ્યાએ મરણાંત સુધી કાકલુદી કરી હતી પરંતુ તેમની કાકલુદી ઈન્સાફી કાનો સુધી પહોંચી નહીં. ભાજપના નેતાની હત્યામાં ભાજપના જ નેતાઓ સામેલ હોવાનો આરોપ જાગૃતિબેન સહિત હરેન પંડ્યાના પરિવારોએ કર્યો હતો પરંતુ ભાજપમાં આવ્યા બાદ જાગૃતિબેન પંડ્યાના મોઢે લોખંડી તાળા લાગી ગયા છે. હવે તેમને પ્રશ્ન પૂછવાનો થાય છે કે ભાજપમા મહત્વના હોદ્દા પર બિરાજમાન છો તો સરકારને પૂછીને લખી મોકલજો કે સોહરાબુદ્દીનના સાગરિત આઝમ ખાનની વાત સાચી હોય તો વણઝારાએ શા માટે હરેન પંડ્યાની સોપારી આપી હતી. જાગૃતિબેનને આસાનીથી સરકારમાં હોવાના કારણે જવાબ મળી શકે એમ છે.