Aadhaar Card Update: આધાર કાર્ડ ધારકો માટે એલર્ટ! 14 જૂન પહેલા અપડેટ નહીં કરાવશો તો પછી ચૂકવવું પડશે ફી
Aadhaar Card Update: જો તમે આધાર કાર્ડ અપડેટ કરાવવાનું અત્યાર સુધી ટાળી રહ્યા છો, તો હવે તાત્કાલિક પગલું ભરવાનો સમય આવી ગયો છે. યુનિક આઇડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઇન્ડિયા (UIDAI) દ્વારા આધારમાં સુધારા માટે મફત સેવા માત્ર 14 જૂન 2025 સુધી ઉપલબ્ધ રાખવામાં આવી છે. ત્યારબાદ, આધાર અપડેટ માટે તમારે નક્કી રકમ ચૂકવવી પડશે.
શા માટે જરૂરી છે આધાર અપડેટ કરાવવું?
આધાર કાર્ડ માત્ર ઓળખ પૂરતો દસ્તાવેજ નથી – તે સરકાર દ્વારા ચલાવવામાં આવતા અનેક પગલાંઓ અને યોજનાઓમાં આધારભૂત સાધન છે. તેથી તેમાં આપેલી માહિતી સાચી હોવી અતિઆવશ્યક છે. જેમ કે:
- જન્મ તારીખ
- નામમાં ભુલ
- સરનામું
- અટક બદલાવ (લગ્ન પછી)
UIDAIના નવા નિયમો અનુસાર, દર 10 વર્ષે આધાર કાર્ડ અપડેટ કરાવવું જરૂરી છે, જેથી માહિતી તાજી અને સાચી રહે.
મફતમાં અપડેટ કરવાની છેલ્લી તક – 14 જૂન 2025
UIDAIએ અગાઉ માફત અપડેટ માટે 14 ડિસેમ્બર 2024 સુધી સમયમર્યાદા આપી હતી. હવે તેને લંબાવીને 14 જૂન 2025 કરવામાં આવી છે. જો તમે આ તારીખ સુધીમાં આપનું આધાર ડેટા ઓનલાઈન અપડેટ કરો છો તો કોઈ રકમ નહીં લાગી. પણ જો તે પછી કરો, તો ફી ભરવી પડશે.
કઈ માહિતી તમે મફતમાં અપડેટ કરી શકો છો?
- નામ (મર્યાદિત મામલાઓમાં)
- જન્મ તારીખ
- સરનામું
- લિંગ
- ઓળખ દાખલા આધારિત અન્ય વિગતો
ઘરે બેઠા આધાર અપડેટ કેવી રીતે કરશો?
- UIDAI ની વેબસાઇટ પર જાઓ – https://myaadhaar.uidai.gov.in
- લોગ ઇન કરો અને “Update Document” વિકલ્પ પસંદ કરો
- જરૂરી દસ્તાવેજ અપલોડ કરો
- સુધારાની પુષ્ટિ કરો અને રિસિપ્ટ સેવ કરો
અથવા, તમે myAadhaar એપ દ્વારા પણ મોબાઈલથી આ પ્રક્રિયા પૂર્ણ કરી શકો છો.
હવે રાહ ન જુઓ
આમ, જો તમારું આધાર હજુ સુધી અપડેટ થયું નથી, તો આજે જ ઘરે બેઠા મફતમાં પ્રક્રિયા પુરી કરો. 14 જૂન પછી આ સુવિધા માટે તમારે ફી ચૂકવવી પડશે. નાની ભૂલો ભવિષ્યમાં મોટી અડચણ બની શકે છે.