વડોદરામાં યુનિવર્સિટી એમ્પ્લોયમેન્ટ ઈન્ફોર્મેશન એન્ડ ગાઈડન્સ બ્યુરો દ્વારા ૨૩ જાન્યુઆરીએ ભરતીમેળાનું આયોજન

By
Arati Parmar
Arati Parmar is a dedicated content writer at Satya Day News, known for delivering impactful news and stories in the Gujarati language. With a deep understanding...
2 Min Read

વિદેશ રોજગાર, સ્વરોજગાર લોન અને PMVBRY અંગે માર્ગદર્શન સાથે વડોદરામાં યુઈબી ભરતીમેળો

વડોદરાના યુવાનોને રોજગારીના અવસર પૂરા પાડવા માટે યુનિવર્સિટી એમ્પ્લોયમેન્ટ ઈન્ફોર્મેશન અને ગાઈડન્સ બ્યુરો (યુ.ઈ.બી.) દ્વારા તા. ૨૩ જાન્યુઆરી ૨૦૨૬ના રોજ સવારે ૧૦:૦૦ વાગ્યે ખાસ ભરતી મેળાનું આયોજન કરવામાં આવ્યું છે. આ ભરતી મેળો કમાટી બાગની સામે આવેલા ચમેલી બાગ સ્થિત યુ.ઈ.બી. ઓફિસ ખાતે યોજાશે.

લાયકાત અને વેકન્સીની વિગતો

આ ભરતી મેળામાં વિવિધ ટેકનિકલ અને શૈક્ષણિક ક્ષેત્રના ૨૦ થી ૩૫ વર્ષની વયના મહિલા અને પુરુષ ઉમેદવારો ભાગ લઈ શકશે:

  • શૈક્ષણિક લાયકાત: બી.ઈ. (ઈલેક્ટ્રીકલ, મીકેનીકલ, ફાયર એન્ડ સેફ્ટી, ઈસી, ઈલેક્ટ્રોનીક), બી.ફાર્મસી તેમજ એમ.એસ.સી. (કેમીસ્ટ્રી).

  • તક: અંદાજે ૫ જેટલા નોકરીદાતાઓ દ્વારા ૫૦ જેટલી ખાલી જગ્યાઓ માટે સીધા ઈન્ટરવ્યુ લેવામાં આવશે.

Vadodara UEB Employment Fair 2026 2.png

- Advertisement -

માર્ગદર્શન અને સરકારી યોજનાઓ

રોજગાર ઉપરાંત ઉમેદવારોને ભવિષ્યના ઘડતર માટે નીચે મુજબનું માર્ગદર્શન આપવામાં આવશે:

૧. વિદેશ રોજગાર: વિદેશમાં શિક્ષણ અને નોકરી માટે ‘સેફ લીગલ માઈગ્રેશન’ અંગેની જાણકારી.

- Advertisement -

૨. સરકારી યોજના: પ્રધાનમંત્રી વિકસિત ભારત રોજગાર યોજના (PMVBRY) અને સ્વરોજગાર લોન સહાય યોજનાની માહિતી.

૩. ડિજિટલ પ્લેટફોર્મ: ‘અનુબંધમ’ અને એન.સી.એસ. (NCS) પોર્ટલ પર નામ નોંધણી અને તેના ફાયદાઓ.

Vadodara UEB Employment Fair 2026 1.png

- Advertisement -

ઉમેદવારો માટે મહત્વની સૂચના

ભરતી મેળામાં જોડાવા ઈચ્છતા ઉમેદવારોએ ૩ નકલ બાયોડેટા/રેઝ્યુમ સાથે નિયત સમયે હાજર રહેવાનું રહેશે. ખાસ નોંધનીય છે કે આ સમગ્ર પસંદગી પ્રક્રિયા તદ્દન નિઃશુલ્ક છે, ઉમેદવાર કે નોકરીદાતાએ કોઈ પણ પ્રકારની ફી કે ચાર્જ ચૂકવવાનો નથી, તેમ યુ.ઈ.બી.ના નાયબ વડા દ્વારા જણાવવામાં આવ્યું છે.

Share This Article
Arati Parmar is a dedicated content writer at Satya Day News, known for delivering impactful news and stories in the Gujarati language. With a deep understanding of regional culture, social issues, and current events, she brings clarity, authenticity, and relevance to every piece she writes. Arati is committed to presenting factual and reader-friendly news content that resonates with the Gujarati-speaking audience. Follow her for trusted local news, thoughtful insights, and culturally rooted reporting — all in your language.