ભગવાન અમરનાથના દર્શન માટે મોટી સંખ્યામાં ભાવિકો માટે ઉમટી રહયા છે ત્યારે અહીં વરસાદી માહોલ પણ જામ્યો છે તેવે સમયે યાત્રાળુઓ અટવાયા છે અને આર્મી દ્વારા ફસાયેલાઓ ને સલામત સ્થળે પરત લવાઈ રહયા છે.
અમરનાથમાં વાદળ ફાટવાની બનેલી ઘટનામાં વડોદરા વકીલ મંડળના પૂર્વ પ્રમુખ સહિત 11 જેટલા સભ્યો ફસાઈ જતા આર્મી જવાનોએ તેમને 12,000 સ્ક્વેર ફીટ ઉપરથી રેસ્ક્યુ કરી પંચતરણી સુધી સલામત પહોંચાડ્યા હતા.
11 વ્યક્તિઓના ગ્રૂપ પૈકી બે લોકો દુર્ઘટનાના દિવસે બપોરે 12 વાગે ગુફાથી પાંચ કિલોમીટર દૂર પંચતરણીથી દર્શન માટે ગુફા વાળા રસ્તે આગળ વધ્યા બાદ અચાનક વાદળ ફાટતાં આર્મી દ્વારા તેમને અડધા રસ્તે જ રેસ્ક્યુ કરીબેઝ કેમ્પમાં પંચતરણી લવાયા હતા.
જ્યાંથી હેલિકોપ્ટર દ્વારા પરત આવવા નીકળ્યા હતા જોકે, ભગવાનના દર્શન થઈ શક્યા ન હતા તે વાતનો અફસોસ પણ હતો પણ જીવ બચ્યો તે માટે ભગવાનનો આભાર માની પરત ફર્યા હતા.ગ્રુપમાં પૂર્વ પ્રમુખ હસમુખભાઈ, જનરલ સેક્રેટરી રિતેશ ઠક્કર, જોઈન્ટ સેક્રેટરી નેહલ સુતરીયા, લાઇબ્રેરી સેક્રેટરી ઘનશ્યામ પટેલ, સિનિયર વકીલ જગદીશ રામાણી, પ્રવીણ જોષી, મગન ઠાકરાની, જયેશ ઠક્કર, જયેશ રામાણી વગરે હોવાનું જાણવા મળ્યું છે.
અત્રે નોંધનીય છે કે વાદળ ફાટવાના કારણે 25-30 ટેન્ટ પણ ધોવાઈ ગયા હતા. આ અકસ્માતમાં કેટલાક લોકો ગુમ થયાના સમાચાર પણ છે. આ દુર્ઘટના બાદ પ્રવાસ હાલ પૂરતો અટકાવી દેવામાં આવ્યો છે ત્યારે વડોદરાના વકીલો હેમખેમ હોવાના સમાચાર છે.