અમરનાથમાં વાતાવરણ સુધારતાં ફરી યાત્રા શરૂ છે અને ભક્તો આગળ વધી રહયા છે.
જોકે,હજુ પહેલગામ વાળો રસ્તો બંધ છે, માત્ર બાલતાલવાળો રસ્તો ખોલાયો છે. બાલતાલવાળા રસ્તે વારંવાર જમીન ધસવાની ઘટના બની રહી હોવાથી તંત્ર દ્વારા રસ્તો ક્લીયર કરી યાત્રાળુઓને નીચે જવા દેવાઈ રહ્યા છે.
જ્યારે ઉપર જતા યાત્રાળુઓને શેષનાગ ખાતે રોકી રખાયા હતા તેઓને આજે સોમવારે ગુફા સુધી જવા દેવામાં આવશે.
ખરાબ હવામાનથી પંચતરણીમાં અટવાયેલ વડોદરા સહિતના યાત્રાળુને બાલતાલના રસ્તે નીચે આવવામાં સફળતા મળી છે.
વડોદરાના ટુર ઓપરેટર સાથેના 40 યાત્રાળુઓ સહિત તમામ પહેલગામ સોનમર્ગ જેવાં સુરક્ષિત સ્થળે આવી રહ્યા છે. 3 દિવસથી પંચતરણીમાં અટવાયેલા યાત્રાળુઓની તબિયત સુધારા પર છે.
જ્યારે વડોદરાના વેમાલીના રાજેન્દ્ર ભાટિયાનું નિધન થતાં તેઓના પાર્થિવ શરીરને આજે વડોદરા તેમના વતન લવાશે.
ઉલ્લેખનીય છે કે રાજેન્દ્ર ભાટિયા 40 યાત્રાળુ સાથે સાતમી વખત અમરનાથ ગયા હતા.
જ્યાં તેમનું ખરાબ હવામાનને લઈ તબિયત બગડતા અવસાન થતાં તેઓના મૃતદેહને રવિવારે શ્રીનગર લવાયો હતો ત્યારબાદ આજે પ્લેનમાં મુંબઈ અને ત્યાંથી અમદાવાદ લાવ્યા બાદ બાય રોડ વડોદરા લવાશે.
રાજેન્દ્ર ભાટીયાના મૃતદેહને રાત્રે 8.30 વાગ્યે કાર્ગો પ્લેનમાં શ્રીનગરથી વાયા મુંબઇ અમદાવાદ રવાના કરવામાં આવ્યો હતો જે રાત્રે 1.30 વાગ્યે મૃતદેહ અમદાવાદ એરપોર્ટ પર પહોંચશે અને આજે સવારે મૃતદેહ વડોદરાના વેમાલી ગામમાં પહોંચશે