સાહિત્યની દુનિયા નું મોટું નામ ધરાવતા એવાજાણીતા ગુજરાતીઅને ઉર્દુના કવિ ખલીલ ધનતેજવીનું આજે સવારે વડોદરામાં અવસાન થયું છે આજે બપોરે 2 વાગ્યે જનાજો (અંતિમ યાત્રા) નીકળશે. ખલીલ ધનતેજવીનો જન્મ વડોદરા જિલ્લાના ધનતેજ ગામમાં 12 ડિસેમ્બર 1935ના રોજ થયો હતો. હાલ તેઓ વડોદરાના રહેતા હતા.
ખલીલ ધનતેજવી સાહિત્યની સાથે સાથે પત્રકારત્વ, પ્રિન્ટિંગ પ્રેસ અને ફિલ્મ નિર્માણ સાથે સંકળાયેલા હતા. તેમને 2004માં કલાપી પુરસ્કાર અને 2013માં વલી ગુજરાતી ગઝલ પુરસ્કાર પ્રાપ્ત થયો હતો. આ ઉપરાંત 2019માં તેમને નરસિંહ મહેતા પુરસ્કાર પ્રાપ્ત થયો હતો, ખલીલ ધનતેજવીનું મૂળ નામ ખલીલ ઇસ્માઇલ મકરાણી હતુ. તેઓ ગુજરાતી અને ઉર્દૂ ગઝલકાર હતા. તેમનો જન્મ 12મી ડિસેમ્બર 1935માં થયો હતો. તેમણે ફક્ત ધોરણ 4 સુધીનું જ શિક્ષણ મેળવ્યું હતું. પણ સાહિત્ય જગતમાં તેઓ ઉમદા વ્યક્તિ તરીકે જાણીતા હતા.
