કોરોના ની મહામારી માં લોકડાઉન થઈ ગયેલા લોકો એ સરકારે કરોડો રૂપિયા નો અનાજ નો જથ્થો મફત માં આપવાની જાહેરાત ઠપકારી દીધી ત્યારે ગરીબો એ નિસાસા નાખ્યા હતા તેઓ ને ખબર હતી કે જે ચોર લોકો વર્ષોથી ફ્લોર મિલો સાથે ખુબજ નજીક નો સબંધ ધરાવે છે એ લોકો ને બખ્ખા થઈ જવાના હતા આ દેશ માં સરકારી જાહેરાતો માં કોઈ ને ખાસ ફાયદો થતો નથી ફાયદો થાય છે માત્ર વચેટિયાઓ ને કે જેઓ ખાઈપીને સાત પેઢીનું કરી ને બેસી ગયા છે એના કરતાં ડોર ટુ ડોર સર્વે કરી તેમાં મધ્યમ વર્ગ પણ આવી ગયો અને પછી જરૂરિયાત મુજબ કીટ કે રોકડ સહાય અપાય તોજ આ દેશ ના નાગરિકો ને કઈક લાભ થશે હાલ માં સરકારી ગોડાઉનમાંથી અનાજ ટેમ્પામાં ભરીને નીકળે તો છે, પરંતુ તે ગરીબો સુધી પહોંચતું નથી. સરકારી અનાજને સગેવગે કરવા માટે પુરવઠા વિભાગના અધિકારીઓથી લઈને વચેટિયાઓ ઉપરાંત સસ્તા અનાજની દુકાનોના માલિકોની એક આખી ચેઈન ગોઠવાયેલી હોવાનું મનાય છે. અત્યારે હાઈટેક સમયમાં પણ રેશનકાર્ડના આધારલિંકમાં અન્ય વ્યક્તિના અંગૂઠા સાથે લિંક કરીને અનાજ બારોબાર પધરાવી દેવાનું કૌભાંડ ચાલી રહ્યું છે.
બીજી તરફ પુરવઠા વિભાગના અધિકારીઓ ને પણ ખબર જ હોય છે કે વચેટિયાઓ તેમજ સસ્તા અનાજની દુકાનના વેપારીઓ દ્વારા માલને બ્રાન્ડેડ થેલીઓમાં પેક કરીને અથવા તો ટેમ્પામાં ભરી બજારોમાં વેચી દેવાય છે. આવી અનેક ઘટનાઓ વડોદરામાં અવાર-નવાર બનવા પામી છે. જ્યાં પુરવઠા વિભાગ જે તે સસ્તા અનાજની દુકાનોના પરવાના સસ્પેન્ડ કરીને મામલો દબાવી દેવામાં આવતા હોય છે પણ આજ ધંધા વર્ષો થી ચાલે છે. વડોદરા શહેર-જિલ્લામાં સરકારી અનાજને સગેવગે કરવાનું એક આખું નેટવર્ક જ ચાલી રહ્યું હોવાનું કહેવાય છે.
રેશનકાર્ડમાં અનાજ વિતરણની વ્યવસ્થા હાલ ટેક્નોલોજીના આધારે થઈ રહી છે. જેમાં કાર્ડધારકના થંબ ઈમ્પ્રેશન લઈને પછી અનાજ આપવામાં આવે છે. પરંતુ આ ટેકનોલોજીને પણ હેક કરીને સરકારી અનાજની સિફતપૂર્વક ચોરી કરવામાં પણ આવે છે. જેમાં નેશનલ ઇન્ફર્મેશન સેન્ટર (એનઆઇસી)માં એક વ્યક્તિના રેશનકાર્ડના આધારલિંકમાં અન્ય વ્યક્તિના અંગૂઠા સાથે લિંક કરી દેવાય છે. જેથી જે વ્યક્તિ અનાજ લેવા ગયો જ ન હોય તેમ છતાં તેના મોબાઈલમાં અનાજ ખરીદાયું હોય તેવા મેસેજ આવે છે. આ પ્રકારનો દાખલો વર્ષ 2018માં બનવા પામ્યો હતો. જેમાં પાદરા રોડ પર રહેતા એક રહીશ ઘણાં વર્ષોથી વિદેશમાં રહેતા હતા તેમ છતાં તેમના રેશનકાર્ડમાં અનાજ ખરીદ્યું હોય તેવી એન્ટ્રી પાડવામાં આવી હતી. જે બાદમાં ક્રોસ વેરિફિકેશનમાં પકડાયું હતું.
પુરવઠા વિભાગ સાથે જ સંકળાયેલા એક કર્મચારીનું માનીએ તો સંચાલકો તંત્ર તરફથી ઓછું અનાજ આપવામાં આવ્યું છે તેમ કહીને દરેકને પુરવઠો ઓછો આપે છે. આ અનાજ બ્રાન્ડેડ થેલીઓમાં ભરીને ખાનગી વેપારીઓને સપ્લાય પણ કરે છે. જ્યારે માર્ચ મહિનામાં નડિયાદ પાસે પોલીસે આ પ્રકારની જ બ્રાન્ડેડ થેલીઓમાંથી સરકારી ચોખા પકડ્યા હતા.
પોલીસે કેયુર મકવાણાને અદાલતમાં રજૂ કરી 5 દિવસના રિમાન્ડ મેળવ્યા
સોખડા નજીક ઝડપાયેલા અનાજ કૌંભાડની તપાસમાં એલસીબી પોલીસને સોખડાની રાજુ મારવાડી અને કોંગ્રેસના અગ્રણી ભાઇલાલ મકવાણાની દુકાનમાંથી વધારાનો ઘઉં અને ચોખાનો જથ્થો મળતાં કૌંભાડ મોટું હોવાની આશંકા પોલીસે વ્યકત કરી હતી. પોલીસે પકડાયેલા કેયુર મકવાણાને કોર્ટમાં રજુ કરતા 5 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા.
જિલ્લા એલસીબી પીઆઇ ડી.બી.વાળાએ અનાજના જથ્થા સાથે પકડાયેલા કેયુર મકવાણાને અદાલતમાં રજુ કરી રિમાન્ડના કારણો દર્શાવતા જણાવ્યું હતું કે સોખડાની દુકાનમાંથી મળેલો વધારાનો ઘઉં અને ચોખાનો જથ્થો કોનો હતો અને કઇ દુકાનનો હતો, મંજુસરની વિનાયક ફ્લોર મીલમાં આ જથ્થો લઇ જવાતો હતો, ભુતકાળમાં કેટલીવાર જથ્થો વેચી દેવાયો હતો તેની તપાસ શરુ કરાઇ છે. રાજુ મારવાડી, જીતુ મકવાણા તથા ભાઇલાલ મકવાણા સહિતના આરોપીઓ સામે પોલીસ ઝીણવટ ભરી તપાસ કરી રહી છે આ ઈસમો એ ભૂતકાળ માં કરેલા ગોરખધંધા અને ઊંડાણપૂર્વક તપાસ ના ચક્રો ગતિમાન થતા અન્ય સસ્તા અનાજ ના રીઢા થઈ ગયેલા ચોર લોકો માં ફફડાટ ફેલાઈ ગયો છે.આ કૌભાંડ માત્ર વડોદરા પૂરતું સીમિત નથી આખા રાજ્યમાં ચાલી રહ્યું છે અને ગતરોજ વલસાડ અને પારડી ના ચીવલ માં પણ આવા મામલા સામે આવ્યા છે ત્યારે ફ્લોર મિલો અને માર્કેટ ના ચોક્કસ વેપારીઓ સાથે લિંક ધરાવતા સસ્તા અનાજ ના પરવાનેદારો પૈકી મોટાભાગ ના લોકો આવા ધંધા કરતા હોવાનું ચર્ચાઈ રહ્યું છે સરકાર આ માધ્યમ ને બદલે લોકોને લાભ માટે અન્ય વિકલ્પ પસંદ કરે તે જરૂરી છે.
