અમદાવાદ ,વડોદરા, સહિત નર્મદા જિલ્લા માં વરસાદ થયા ના અહેવાલ વચ્ચે રાજપીપળા માં વીજળી ના કડાકા ભડાકા સાથે વરસાદ સાથે કરા પડતા લોકો એ વાસણો માં કરા ના ગાગડા ભેગા કર્યા હતા અમદાવાદ બાદ વડોદરા શહેરમાં ગુરૂવારે મોડી રાત્રે કમોસમી વરસાદ પડ્યો હતો. રાજપીપળામાં વીજળીના કડાકા ભડાકા સાથે એક કલાક વરસાદી ઝાપટું પડ્યું હતું અને કરા પણ પડ્યા હતા. છોટાઉદેપુર થતા કવાંટમાં પણ કરા પડ્યા હતા.
રાજપીપળામાં રાત્રે અઢી વાગ્યે કરા પડ્યા
હવામાન વિભાગની આગાહીને પગલે નર્મદા જિલ્લામાં પણ ગત રાત્રીના અચાનક વાતવરણમાં પલટો આવ્યો હતો. રાત્રે 2.30 કલાકેએક કલાક સુધી ભારેવરસાદ પડ્યા પછી સવાર સુધી ધીમીધારે વરસાદ પડ્યો હતો અને બરફના કરા પણ પડ્યા હતા. અને વરસાદ પડતા પાવર સપ્લાય ને અસર થઈ હતી. કમોસમી વરસાદને પગલે ખેડૂતો ને નુકસાન થવાની ભીતિ સેવાઇ રહી છે અલબત્ત આખા ગુજરાત માં ચોમાસા જેવો માહોલ જામતા સર્વત્ર ઠંડક પ્રસરી જવા પામી છે.
