વડોદરાઃવડોદરા શહેર પોલીસ હવે અદ્યતન ટેકનોલોજી સાથે ફોરેન પોલીસ ની જેમ એલર્ટ રહી ગુનેગારો ને માત કરશે રાજ્યમાં સૌ પ્રથમ વખત’એઆઈ-ફેશીયલ રેક્ગનાઈઝ સોફ્ટવેર’નો ઉપયોગ કરીને સીસીટીવી હેઠળ સાતીર ગુનેગારો ને સ્થળ પરજ ઝડપી લેવાના પાઈલોટ પ્રોજેક્ટ હેઠળ આજ થી 500 કેમેરા લગાવવાની કામગીરી શરૂ થઈ છે , આ પ્રોજેક્ટ હેઠળ વડોદરામાં નવા 1300 સીસીટીવી કેમેરા લગાવાશે. હાલ શહેરમાં 650 કેમેરા લાગેલા છે. આ અંગે માહિતી આપતા પોલીસ કમિશનર અનુપમસિંઘ ગહલૌતે જણાવ્યું હતું કે, વડોદરાની આર્ટીફીસીયલ ઈન્ટેલીજન્સ (ai) ફેશીયલ રેક્ગ્નેશન સોફ્ટવેરના ઉપયોગ માટે પ્રથમ પસંદગી કરવામાં આવી છે. જે અંતર્ગત બે મહિનામાં 1300 કેમેરા લાગશે. કેમેરાની કિંમત 65 હજાર થી લઈને દોઢ લાખ સુધીની હશે. જેમાં 1 કિમી ઝુમ કરે તેવા સવા લાખના કેમેરા પણ સામેલ છે. વડોદરા કંટ્રોલરૂમમાં આવેલા કોમ્પ્યુટરમાં આ ફેશીયલ રેક્ગનાઈઝ સોફ્ટવેરને અપલોડ કરવામાં આવશે. જેમાં તમામ આરોપીઓના ફોટા સાથેના ડેટા અપલોડ કરવામાં આવશે. આ સોફ્ટવેર ઈ-ગુજકોપ સાથે કનેક્ટ હશે. કમિશનરે દાખલો આપતા જણાવ્યું કે, ધારો કે કોઈ આરોપી ફતેગંજ વિસ્તારમાં જોવા મળ્યો તો,પોલીસ કંટ્રોલ રૂમમાં આવેલી cctvની સ્ક્રિનમાં બ્લિન્ક થવાનું ચાલુ થશે.જેમાં આરોપી તે વિસ્તારમાં લાગેલા કયા કેમેરામાં જોવા મળ્યો છે તે કંટ્રોલરૂમમાં બેઠેલા અધિકારીઓને તરતજ ખબર પડી જશે , આમ ગુનેગારોની હિલચાલ પર પોલીસ ઝીણવટભરી નજર રાખી શકશે.
આ સોફ્ટવેરમાં મીસીંગ વ્યક્તિઓના ડેટા પણ એ રીતે અપલોડ કરી દેવામાં આવશે કે જે કોઈ મીસીંગ વ્યક્તિ શહેરમાં દેખાશે તો તરતજ તેની જાણ પણ કંટ્રોલ રૂમને થઈ જશે અને મીસીંગ વ્યક્તિને તેના પરિવારને સોંપી દેવાશે. શહેરમાં જે 1300 કેમેરા લાગશે તેમાં ખાસ કરીને બસ ડેપો અને રેલ્વે સ્ટેશનને પણ આવરી લેવાશે. આ બંને સ્થળ પર મોટાભાગે આરોપીઓની ગતિવિધી વધારે હોય છે. જ્યારે પોલીસ દ્વારા ચીલઝડપ કરનારા આરોપીઓ મુખ્ય ટાર્ગેટ રહેશે.
