ડભોઈમાં આવેલી મહાલક્ષ્મી માર્કન્ટાઇલ કો.ઓ બેન્ક દ્વારા રિઝર્વ બેંકના નિયમોનું ઉલ્લંઘન કરવામાં આવ્યું હોવાની નોંધ લેવામાં આવી છે અને બેન્કના જ મળતીયાઓ દ્વારા એકબીજાની મિલીભગતમાં લોન કૌભાંડ આચર્યું હોવાની વાત સામે આવી છે.
બેંકના BYLAWS મુજબ શુ એક્શન લઈ શકાય ? શુ તમામ સભાસદ હવે આ મામલે જાગૃત થઈ લડતના મંડાણ કરશે?જવાબદારી કોની? નિયમ વિરુદ્ધ લોન આપવાના મામલે દંડની જોગવાઈ છે પણ જાણી જોઈને એકબીજાના મેણાપીપણામાં ગેરરીતિ કરવામાં આવે તે મામલે કેવા પગલાં ભરી શકાય વગરે મુદ્દે આ ક્ષેત્રના જાણીતા અગ્રણીઓ સાથે આગળ ચર્ચામાં જોડાઈશું પણ હાલમાં જે વાત બહાર આવી છે તે જોતા વાત ઘણી ગંભીર જણાઈ રહી છે અને તપાસ બાદ વધુ ગેરરીતિઓ બહાર આવવાની શકયતા છે.
ડભોઈ ની એક સમયે પ્રતિષ્ઠિત ગણાતી શ્રી મહાલક્ષ્મી માર્કન્ટાઇલ કો.ઓ બેન્ક સહિત રાજ્યની 17 સહકારી બેન્કોને દંડ કરવામાં આવ્યો હોવાની વાત સામે આવી છે.
રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયાએ શ્રી મહાલક્ષ્મી માર્કન્ટાઇલ કો.ઓ બેન્ક સહિત રાજ્યની 17 સહકારી બેન્કોને કેશ રિઝર્વ રેશિયો,સ્ટેચ્યુટરી લેન્ડિંગ રેશિયો જળવામાં નિષ્ફળ જવા બદલ તથા ખાતેદારો ને આપેલી લોન સામે બેન્કના જ ડિરેક્ટર ને ગેરેન્ટર બનાવી નિયમોનું સરેઆમ ઉલ્લંઘન થયું હોવાનું સપાટી ઉપર આવતા આખો મામલો બહાર આવ્યો છે.
ડભોઈમાં શ્રી મહાલક્ષ્મી માર્કન્ટાઇલ કો.ઓ બેન્કમાં પણ મોટાપાયે ગેરરીતિ થઈ હોવાનું માલુમ પડ્યું છે અને દોષનો ટોપલો એકબીજા ઉપર ઢોળી રહયા છે.
આખા પ્રકરણમાં બેન્ક દ્વારા રિઝર્વ બેંકના નિયમોનું પાલન કરવામાં આવ્યું નહિ હોવાનું સામે આવ્યુ છે અને તે માટે જવાબદાર લોકો સામે કઈ પ્રકારની કાર્યવાહી થશે તે જોવાનું રહે છે જોકે, હાલમાં જે રીતે ગુજરાતની 17 બેંકમાં નિયમ વિરુદ્ધ લોન આપવા મામલે નોટીશ અને બાદમાં બેન્કિંગ રેગ્યુલેશન એકટની કલમ ૪૭ (એ)(૧)(સી)અને કલમ ૪૬(૪)(૧)થતા કલમ ૫૬ની જોગવાઈઓનો ભંગ કરવા બદલ દંડ કરવાના પગલાં ભરવામાં આવ્યા છે.
હવે જોવાનું એ રહે છે કે ખોટી રીતે જે લોન આપી છેતરપીંડી કરવામાં આવી છે તે પ્રકરણમાં જવાબદાર લોકો સામે કેવા પગલાં ભરવામાં આવશે તેતો સમયજ બતાવશે.