રાજ્ય માં થર્ટી ફસ્ટ ની ઉજવણી ઉપર પ્રતિબંધ હોવાછતાં પણ છેવાડે આવેલા કેટલાક વિસ્તારોમાં પાર્ટીઓ થઈ હોવાની વાતો વચ્ચે વડોદરા માં પણ થર્ટીફર્સ્ટની રાત્રે પાર્ટીઓ યોજવા પર પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો હતો તેમછતાં વડોદરા જિલ્લાના પાદરા તાલુકાના ઘાયજ ગામના ખેતરમાં સ્થાનિક અને વડોદરાના યુવાનો દ્વારા ડાન્સ, ડિનર અને ડ્રિંક્સ એમ થ્રીડી પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પાર્ટી દરમિયાન બબાલ થતાં પાર્ટીમાં સામેલ વડોદરાના નવાપુરા સ્થિત વણકરવાસમાં રહેતા હિતેશ પરમાર ની હત્યા થતા ચકચાર મચી ગઇ છે,વડોદરાના હિતેશ પરમારની હત્યા કેવી રીતે કરવામાં આવી અને કોણે કરી એ જાણવા માટે પોલીસ દ્વારા પાર્ટીમાં સામેલ તમામ 9 ઈસમો ની અટકાયત કરીને પૂછપરછ શરૂ કરી છે. આ પાર્ટીમાં સ્થાનિક સહિત વડોદરાના ગોરવા અને શહેરના વિવિધ વિસ્તારના યુવાનો સામેલ હોવાનું જાણવા મળ્યું છે. થર્ટીફર્સ્ટની રાત્રે પાદરા તાલુકાના ઘાયજ ગામમાં થયેલી હત્યાના બનાવે ઘાયજ ગામ સહિત પાદરા પંથકમાં ચકચાર જગાવી મૂકી છે આમ આ વર્ષે ફૂલ બંદોબસ્ત હોવા છતાં આ રીતે પાર્ટીઓ ના અયોજનો થયા હોવાની વિગતો સામે આવી રહી છે.
