વડોદરાના ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવે બરોડા ડેરીના વિવાદ મામલે પોતાની પ્રતિક્રિયા આપતા કહ્યું કે જો પશુપાલકોને ન્યાય નહીં મળે તો ડેરીમાં જઈને હલ્લાબોલ કરીશ.
ફેટના ભાવમાં વધારો કરવામાં નહીં થાય તો આગામી સમયમાં આંદોલન કરવાની ચીમકી પણ મધુ શ્રી વાસ્તવે ઉચ્ચારી હતી.
MGVCL દ્વારા યોજાયેલા કાર્યક્રમમાં હાજર રહેલા વડોદરાના ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવે જણાવ્યું અધિકારીઓ કામ ના કરે તો કહેજો, તેમને ચૌદમું રતન ના બતાડું તો મારું નામ મધુ શ્રીવાસ્તવ નહીં.
તેમણે આ મુદ્દે અધિકારીઓને 14મું રતન બતાવવાની ફરી એકવાર ચીમકી આપી હતી. ટકાવારી લેતા અધિકારીઓને મધુ શ્રીવાસ્તવએ ચીમકી ઉચ્ચારી છે.
અગાઉ પણ મધુ શ્રીવાસ્તવ આ પ્રકારનું નિવેદન કરી ચૂક્યા છે.