નર્મદા નદીના ઉપરવાસમાં પડી રહેલા ભારે વરસાદને કારણે સરદાર સરોવર ડેમમાંથી 55 હજાર ક્યુસેક પાણી છોડવાની ફરજ પડી છે પરિણામે નર્મદા નદીમાં ઘોડાપૂર આવ્યા છે સાથેજ હજુપણ સરદાર સરોવરમાંથી 1.45 લાખ ક્યુસેક પાણી છોડવાની શક્યતાને પગલે કાંઠા વિસ્તારમાં આવેલા વડોદરા જિલ્લાના ડભોઇ, શિનોર અને કરજણ તાલુકાના ગામોને એલર્ટ કરી દેવામાં આવ્યા છે.
સરદાર સરોવર હાલ 80 ટકા પાણીથી ભરાયો છે અને હાલમાં ડેમમાં પાણીની સપાટી વધીને 133.77 મીટર ઉપર પહોંચી છે, બંધની પૂર્ણ સપાટી 138.68 મીટર છે જ્યારે બંધ 100 ટકા ભરાઈ જાય છે તેવે સમયે પાણીની સપાટીનું લેવલ જાળવવા હાલ પાણી છોડવામાં આવી રહ્યું છે.
પાણીની આવક 1.96 લાખથ ક્યુસેક હતી તે સમયે આર.બી.પી.એચ.ના માધ્યમથી નદીમાં 55 હજાર ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું હતું. બંધમાં પાણીની સતત થતી આવકને અનુલક્ષીને રેડિયલ ગેટના માધ્યમથી નદીમાં વધુ 10 હજાર ક્યુસેક પાણી છોડવાની શક્યતાનો વિકલ્પ ખુલ્લો રાખવામાં આવ્યો છે.
જે આજે વધીને 1.45 લાખ ક્યુસેક થઈ શકે છે.
આમ,નર્મદાનદીમાં પાણી છોડવામાં આવતા આસપાસના ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે.