પપ્પા પ્લીઝ હવે રહેવાદો ..મને ખુબજ દુ:ખે છે અને દર્દ થી પીડાતી પુત્રી ની આ ચીસ જોઈ વધુ હેવાન બની જતા પિતા એકજ વાત કરતો થોડીવાર એવું થશે પછી સારું થઈ જશે અને સેક્સ માણી હવસ સંતોસતા નરાધમ પિતા આખરે જેલ માં ધકેલાયો છે.
આ ઘટના માંસગીર પુત્રી પર બળાત્કાર ગુજારી ગર્ભવતી કરનાર નરામધ પિતાને કોર્ટે 14 વર્ષની સખ્ત કેદની સજા ફટકારી હતી. તેમજ વળતર પેટે ભોગ બનનારને રૂા.25 હજાર વળતર પેટે ચૂકવવાનો આદેશ કર્યો હતો. સગીર યુવતીને ચાર માસનો ગર્ભ હોય જે તે સમયે કાનુની મંજૂરી મેળવીને ગર્ભપાત કરાવવામાં આવ્યો હતો.
વડોદરાના મકરપુરા વિસ્તારમાં રહેતી સગીર બાળા ને વર્ષ 2017ની સાલમાં તેને પેટમાં ખુબ જ દુખી રહ્યું હોવાનું જણાવતાં તેની માતા સારવાર માટે દિકરીને હોસ્પિટલમાં લઇ જતાં તે ગર્ભવતી હોવાનું અને તેને ચાર માસનો ગર્ભ હોવાનું ખુલતા માતા ચોંકી ઉઠી હતી. આ બાબતે માતા એ પોતાની બાળકી ને પૂછતાં તેણે રડતા રડતા માતાને જણાવ્યું હતું કે, છેલ્લા પાંચ વર્ષથી પિતા જ પોતાની સાથે ગંદુ કામ કરતા હતા અને આ વાત કોઇને ન કહેવાનું જણાવી ધમકી આપતાં હતા.આ બનાવ અંગે પોલીસે સગીર બાળા ના પિતા ગુનો દાખલ કરી તેની ધરપકડ કરી હતી. આ કેસ ચાલી જતાં સરકાર તરફે સરકારી વકીલ રામસિંગ ચાૈહાણ હાજર રહ્યાં હતા. ન્યાયાધીશ એસ.ડી.સુથારે પુરાવા તેમજ સરકારી વકીલને દલીલોને ધ્યાને લઇને આરોપીને રેપ તેમજ પોક્સો હેઠળ કસુરદાર ઠેરવી 14 વર્ષની સખ્ત કેદની સજાનો આદેશ કર્યો હતો
સગીરા એ ફરિયાદમાં જણાવ્યું હતું કે, પિતા એકલતાનો લાભ લઇને તેના પર વારંવાર બળાત્કાર ગુજારતાં હતા. તે ચાર મહિના સુધી માસિકમાં ન થતાં તેણે પિતાને પેટમાં દુખતું હોવાનું જણાવતાં તેના પિતાએ તુ ગોળીઓ કેમ નથી લેતી ? તેમ જણાવી ધમકાવી હતી. તેણે મેડિકલ સ્ટોરમાંથી ગોળીઓ પણ લીધી હતી. જો કે, તેને પેટમાં અસહ્ય દુખાવો થતો હોય તેણે માતાને દવાખાને લઇ જવાનુ જણાવતાં માતા દિકરીને સારવાર માટે દવાખાને લઇ જતાં દિકરી પ્રેગનેન્ટ હોવાનું ખુલવા પામ્યું હતું. આ બનાવે સંસ્કારી નગરી વડોદરા માં ભારે ચકચાર જગાવી છે અને હવસખોર પિતા વિરુદ્ધ આક્રોશ ફેલાયો છે.
