રાજકારણ એક એવું ફિલ્ડ છે જેમાં ભણતર ની કે કોઈ અન્ય લાયકાત ની જરૂર નથી અને એક એવો હોદ્દો મળી જાય છે કે તમે તમારા થી વધુ ભણેલા ઉચ્ચ અધિકારીઓ ને ઓર્ડર કરી શકો છો તેઓ તમને સેલ્યુટ મારવા મજબૂર બની જાય છે અને માત્ર પાંચ જ વર્ષ ની નોકરી માં તમે પેંશન માં હક્કદાર બની જઇ શકો છો અને ધારો એટલા કરોડો , અબજો રૂપિયા કમાઈ શકો છો હાલ માં કોંગ્રેસના અમુક ધારાસભ્યો ભાજપ માં જોડાઈ ચુક્યા છે અને હજુ બીજા મોકા ની રાહ જોઈ રહ્યા છે, બીજી તરફ ભાજપ માંથી પણ કેટલાક કોંગ્રેસ માં જાય તેવા માહોલ વચ્ચે ભાજપ એલર્ટ થઈ ગયું છે. ભાજપના ચાર ધારાસભ્યો હાલ નારાજ હોવાનું જાણવા મળે છે અને તેમના પર ગુજરાત ભાજપના નેતાઓ સતત વોચ રાખી રહ્યા છે. આ અગાઉ સોમવારે બપોર બાદ સાવલીના ધારાસભ્ય કેતન ઇનામદારે બંધ બારણે વિપક્ષના નેતા પરેશ ધાનાણી સાથે બેઠક કરી હોવાની બાતમી મળતાં જ ગુજરાત ભાજપના અધ્યક્ષ જીતુ વાઘાણીએ ઇનામદારનો હવાલો લઇ લીધો. તેઓ હવે ઇનામદારને પોતાની સાથે જ રાખી રહ્યા છે. ગોધરાના ધારાસભ્ય સી. કે. રાઉલજી ઉપરાંત દક્ષિણ ગુજરાતના એક મંત્રીના ઇશારે અન્ય બે ધારાસભ્યો પણ પાર્ટીથી નારાજ હોવાનું જાણવા મળ્યું છે.
દરમિયાન જાણવા મળતી વિગતો મુજબ મોડી રાત્રે કોંગ્રેસે જાહેર કર્યું છે કે રાજ્યસભાની ચૂંટણીમાં પ્રથમ ઉમેદવાર તરીકે શક્તિસિંહ ગોહિલ હશે જ્યારે બીજા ઉમેદવાર તરીકે ભરતસિંહ સોલંકી મેદાનમાં રહેશે. ત્યારે આ પ્રકાર ના બહાર આવેલા અહેવાલો ને લઈ તેની અન્ય ધારાસભ્યો ઉપર શુ અસર પડે છે તેતો સમય જ બતાવશે.
