વડોદરાના વાઘોડિયાના ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવે ગાંધીનગર ખાતે એક કાર્યક્રમમાં હાજરી આપી હતી તેઓએ કહ્યું કે. આગામી વિધાનસભાની ચૂંટણીમાં ભાજપ ફરીથી પોતાનેજ ટિકિટ આપશે.
તેઓએ જણાવ્યું હતું કે,અમિત શાહ જ્યારે ગુજરાતમાં આવ્યા હતા ત્યારે કહી ગયા હતા કે જે જીતે છે તેને જ ટિકિટ આપવાની છે. ત્યારે હુંતો 6 વખતથી જીતતો આવ્યો છું અને આગામી વિધાનસભાની ચૂંટણીમાં પણ પક્ષ મને જ ટિકિટ આપશે અને હું જીતીશ પણ ખરો.
તેઓએ આમ આદમી પાર્ટી પર પ્રહાર કરતાં જણાવ્યું હતું કે, ગુજરાતમાં ભાજપને જીતાડવા માટે આપ પાર્ટી આવી છે, તેનું કોઇ અસ્તિત્વ જ નથી, આપ ગુજરાતમાં આવવાથી કોંગ્રેસને નુકસાન થશે પણ ભાજપને ફાયદો થવાનો છે.