મહેમદાવાદ રેલ્વે પોલીસના બે કર્મચારીઓ ઉપર કરેલ હુમલાના આરોપીઓને ગણતરીના કલાકોમાં શોધી કાઢતી લોકલ ક્રાઇમ બ્રાન્ચ , પશ્ચિમ રેલવે વડોદરા તથા નડીયાદ રેલ્વે પોલીસ નાયબ પોલીસ મહાનિરીક્ષકશ્રી , ( રેલ્વેઝ ) ગુ.રા.અમદાવાદ તથા પોલીસ અધિક્ષકશ્રી , રાજેશ પરમાર પ.રે.વડોદરાનાઓ દ્વારા નડીયાદ રેલ્વે પોલીસ સ્ટેશન ગુનો રજીસ્ટર થવા પામેલ જે ગુનામા સંડોવાયેલ આરોપીઓને શોધી પકડી પાડવા ખાસ સુચના આપેલ જે મુજબ ઉપરી અધિકારીઓ તરફથી મળેલ સુચના આધારે નાયબ પોલીસ અધિક્ષકશ્રી , એમ.એ.ચૌધરી સા.પ.રે.વડોદરા વિભાગ વડોદરાનાઓની સુચના મુજબ પો.ઇન્સ.શ્રી ઉત્સવ બારોટ પશ્ચિમ રેલવે વડોદરા નાઓએ આપેલ માર્ગદર્શન મુજબ પો.સ.ઇન્સ . એમ.વી.રબારી સા.નાઓ તથા એલ.સી.બી. તથા એસ.ઓ.જી.સ્ટાફના પોલીસ માણસો તથા નડીયાદ રેલ્વે પોલીસ સ્ટેશનના સર્વેલન્સ સ્ટાફના માણસોની અલગ – અલગ ટીમો બનાવી હ્યુમન ઇન્ટેલીજન્સ તથા ટેકનિકલ સ્ટાફની મદદથી આ ગુનામાં સંડોવાયેલ આરોપી નામે ( ૧ ) સાહિલ ઉર્ફે દિવાન સાઓફ નજીરભાઇ ગફુરભાઇ જાતે – દિવાન ઉ.વ .૨૪ ધંધો મજુરી રહે.ભોલાપોળ સાંઇબાબાના મંદિરની સામેની ગલી મહેમદાવાદ જી.ખેડા( ૨ ) સાગર સ / ઓફ બિપીનભાઇ જાતે – પરમાર ઉ.વ .૨૫ ધંધો – નોકરી રહે . પૃથ્વી કોમલેક્ષની બાજુમા જુની જીમ ની બાજુમા મહેમદાવાદ જી.ખેડા( ૩ ) કિશનભાઇ સ / ઓફ રવીભાઇ જાતે – ઠાકોર ઉ.વ.રર ધંધો – મજુરી રહે.ગુજરાત હાઉસીંગ બોર્ડ નં .૧૭૭ નાની મહેમદાવાદ જી.ખેડા( ૪ ) દેવ ઉર્ફે રઇશ સ / ઓફ અરવિંદભાઇ જાતે – તળપદા ઉ.વ .૧૮ ધંધો – મજુરી રહે.ભોઇવાડા મહેમદાવાદ જી.ખેડાવાળાઓને ગુનામાં વપરાયેલ પલ્સર મોટર સાઇકલ તથા એક્સેસ ટુ – વ્હિલર તેમજ બે ધારદાર રામપુરી ચપ્પા સાથે આરોપી ઓ ની ધરપકડ કરી આગળની વધુ કાર્યવાહી અર્થે નડીયાદ રેલ્વે પોલીસ સ્ટેશનમાં સોંપવામાં આવેલ છે . આરોપીઓનો પૂર્વ ઇતિહાસ માં પણ ગુના નોંધાયા છે અને તે સમય પણ પોલીસ દ્વારા આરોપી ઓ ની ધરપકડ કરાઇ હતી. મારપીટ તેમજ ગુનાહિત પ્રવૃત્તિ કરવા માં આરોપી ભૂતકાળ પણ પોલીસ મથકે ગુણ નોંધવા માં આવેલ હતા.
