રાજ્યમાં છેડતીના ગુનાઓમાં વધારો થયો છે અને હવેતો લુખ્ખાઓ જાહેરમાં બે શરમ થઈ પરિવારને ધમકાવી છેડતી કરી રહયા છે ત્યારે આવા તત્વોને કાયદાનો કોઈ ડર હોય તેવું જણાતું નથી.
તાજેતરમાં લવ જેહાદ મુદ્દે ગૃહરાજ્ય મંત્રી દ્વારા કડક કાર્યવાહી કરવા સૂચના આપી છે અને પોલીસ તેમજ સરકાર ફરિયાદી બનશે તેમ જણાવ્યું છે ત્યારે ગરીબ ઘરની દિકરીઓની છેડતી કરનારા લોકો સામે પણ કડક પગલાં ભરવામાં આવે તેવી માંગ ઉઠી છે કારણકે આવા તત્વો હિન્દૂ હોવા છતાં હિન્દૂ બેન દીકરીઓ ની છેડતી કરે છે તેવા લોકો સામે પણ કડક પગલાં ભરવામાં આવે તેવી માંગ ઉઠી છે.
વડોદરાના વાડીમાં માતા અને પુત્રી બંને સાથે શારિરીક અડપલા કરનાર યુવક સમજાવટ બાદ પણ નફ્ફટ બની સગીરા સાથે સંબંધનું દબાણ કરતા માતાએ વાડી પોલીસ મથકમાં ફરિયાદ કરી હતી.
વિશાલ ઉર્ફે જેંગો વિજય ચુનારા સગીરાની છેડતી કરતો હતો. સગીરા એટલી બધી ગભરાઈ ગઈ છે કે માનસિક તાણમાં તેણે ઘરની બહાર જવાનું પણ બંધ કરી દીધું છે.ત્યારે આવા કેસમાં પોલીસ અને સરકાર દ્વારા ગરીબ ઘરના પરિવારને પણ ન્યાય મળે તેવું કરવું જોઈએ.
વાડીનો વિશાલ ઉર્ફે જેંગો ચુનારા પરાણે પ્રેમ સંબંધ રાખવા દબાણ કરી રહ્યો છે.
ઘરની અગાસીમાં સાંજે કપડા ધોતા સમયે વિશાલ ત્યાં આવ્યો હતો અને તે સગીરાને અડપલા કરવા લાગ્યો હતો. જેથી તેણે ગભરાઈને બૂમો પાડવાનું શરું કરતા તેની માતા પણ અગાસીમાં આવી હતી. તેઓએ વિશાલને ઠપકો આપતા વિશાલે માતાને પણ છોડી નહિ અને તેની સાથે પણ શારિરીક અડપલા કરવા લાગ્યો હતો અને છેડતી કરી હતી.
જેથી સગીરાની માતાએ પણ બૂમો પાડતા વિશાલ ભાગી ગયો હતો. જ્યારે સગીરાના પિતા ઘરે આવ્યા ત્યારે તેઓએ સમગ્ર ઘટના જાણતાં વિશાલ સાથે વાત કરી સમજાવ્યો હતો. જોકે તે સમજ્યો નહોતો. 15 દિવસથી વિશાલને સમજાવાવનો પ્રયત્ન કરતાં વિશાલે કહ્યું હતું કે મારે તમારી દીકરી સાથે પ્રેમ સંબંધ રાખવો જ છે. જેથી સગીરાની માતાએ વિશાલ સામે છેડતીની ફરિયાદ વાડી પોલીસ મથકમાં નોંધાવી હતી.
વિશાલ મજૂરી કરી, રખડતું જીવન જીવતો હતો
વિશાલ સગીરાના મહોલ્લામાં જ રહેતો હતો અને તેની અવાર-નવાર છેડતી કરતો હતો. વિશાલ છૂટક મજૂરી કરીને પોતાનું ગુજરાન ચલાવે છે.
સગીરાના પિતાએ તેને અવાર-નવાર સમજાવ્યો હતો કે તેમની દીકરીથી દૂર રહે તેમ છતાં તે કોઈની વાત મનતો નહતો અને સગીરાને પરેશાન કર્યા કરે છે.
આમ,પોલીસે અને સરકાર દ્વારા આવા રોમિયોને પાઠ ભણાવવા કોઈ નક્કર પગલાં ભરવા માંગ ઉઠી છે.
કારણકે છેલ્લા ઘણાજ સમયથી છેડતીના બનાવો વધ્યા છે સ્કૂલ-કોલેજ-ટ્યુશન ક્લાસમાં પણ છેડતી અને બળાત્કારની ઘટનાઓ વધી છે ત્યારે જોવા મળ્યું છે કે રોમિયોનો કોઈ ધર્મ હોતો નથી અને દરેક ધર્મમાં દીકરીઓ સલામત નથી તેવે સમયે જે રીતે લવ જેહાદ માટે કાયદો લાવવામાં આવ્યો છે તેજ રીતે છેડતી અને બળાત્કાર કરનારા રોમિયો વિરુદ્ધ કડક પગલાં ભરવા માંગ ઉઠી છે.