ભારતમાં કોરોના દર્દીઓની સંખ્યા વધીને 4 લાખ 40 હજાર 215 સુધી પહોંચી છે અને મૃત્યુઆંક 14,100 સુધી પહોંય્યો છે બીજી તરફ ભારતમાં 2,48,000થી વધુ કોરોના દર્દી સાજા થયા છે. જ્યારે સારવાર હેઠળ રહેલા કેસની સંખ્યા 1,78,014 છે. કોરોના ની કોઈ દવા હજુ સુધી શોધાઈ નથી તેવે સમયે ભારત માં સૌ પ્રથમ વાર યોગગુરુ બાબા રામદેવની સંસ્થા પતંજલિએ આજે કોરોના વાયરસની આયુર્વેદિક દવા શોધી નાખી હોવાનો દાવો કરી દવા બજાર માં મુકતા દુનિયાભરમાં લોકો નું ધ્યાન પતંજલિ સામે ખેંચાયું છે બાબા રામદેવે ‘કોરોનિલ’નું સાઇંટિફિક ડિટેલ સાથે લોન્ચિંગ કર્યું છે
યોગગુરુ બાબા રામદેવે હરિદ્વારમાં એક પ્રેસ કોન્ફરન્સમાં કોરોનિલ દવાનું લોન્ચિંગ કર્યું છે. પતંજલિનો દાવો છે કે કોરોનિલ, કોરોનાની સારવાર માટે કારગર સાબિત થશે. સ્વાસ્થ્ય મંત્રાલય મુજબ, 24 કલાકમાં કોરોનાના 14,933 નવા કેસ સામે આવ્યા છે. જ્યારે 3,12 લોકોના મોત થયા છે. મીડિયા રિપોર્ટ મુજબ બાબા રામદેવે કહ્યું કે આ દવાના મેન્યુફેક્ચરિંગમાં માત્ર દેશી સામાનનો ઉપયોગ કરવામાં આવ્યો છે. જેમાં મુલૈઠી-ઉકાળો સહિત કેટલીક વસ્તુઓનું મિશ્રણ છે. રિપોર્ટ પ્રમાણે બાબા રામદેવે કહ્યું કે,‘અમારી દવાનો 100 ટકા રિકવરી રેટ છે અને ડેથ રેટ શૂન્ય છે. ભલે લોકો હાલ અમારા આ દાવા પર સવાલ ઉભા કરી રહ્યાં છે પરંતુ અમારી પાસે દરેક સવાલનો જવાબ છે. અમે બધા વૈજ્ઞાનિક નિયમોનું પાલન કર્યું છે.’ આ પહેલા પતંજલિના CEO આચાર્ય બાલકૃષ્ણે કહ્યું કે,‘ પતંજલિના બધા વૈજ્ઞાનિક, NIMS યુનિવર્સિટીના ડોક્ટર અને દરેક ડોક્ટરોને શુભેચ્છા પાઠવી હતી.
રિપોર્ટ મુજબ બાબા રામદેવે કહ્યું કે આજે એલોપૈથિક સિસ્ટમ મેડિસનને લીડ કરી રહ્યા છે. અમે કોરોનિલ બનાવી છે. જેમાં અમે ક્લિનિકલ કંટ્રોલ સ્ટડી કરી, 100 લોકો પર આનો ટેસ્ટ કર્યો. 3 દિવસની અંદર 69 ટકા દર્દી પોઝિટિવથી નેગેટિવ થયા છે. જ્યારે, આ દવાથી 7 દિવસમાં 100 ટકા દર્દીઓ સાજા થયા છે. મીડિયા રિપોર્ટ મુજબ કોરોનિલ કિટની કિંમત લગભગ 600 રૂપિયા સુધી રાખવામાં આવી છે જેથી કોરોના ની ખાનગી હોસ્પિટલમાં થતી લાખ્ખો રૂપિયા ની સારવાર નો ખર્ચો બચશે તેમ લોકો નું માનવું છે. આ દવા એકાદ સપ્તાહ બાદ મેડીકલ સ્ટોર માં ઉપલબ્ધ થવાની આશા છે.
