વડોદરાથી ગોવાની ડાયરેક્ટ ફ્લાઇટ આજથી શરૂ થતાં લોકો ગોવા ફરવા ઉપડ્યા હતા.
વડોદરામાં સોમવાર, શુક્રવાર અને રવિવાર અઠવાડિયામાં ત્રણ વાર વડોદરાથી ગોવા અને ગોવાથી વડોદરાની ઈન્ડિગો ફ્લાઇટ શરૂ કરવામાં આવી છે.
હનીમૂન પર જતા કપલે કેક કાપીને નવી ફ્લાઇટની શરૂઆત કરાવી હતી. આજે પહેલા દીને યાત્રીઓ વડોદરા એરપોર્ટ પહોંચ્યા હતા.
આ તકે હાજર રહેલા વડોદરાના સાંસદ રંજનબેન ભટ્ટે જણાવ્યું હતું કે, વડોદરાની ગોવાની ફ્લાઇટની સુવિધા મળે તે માટે એવિએશન મિનિસ્ટ્રીમાં રજુઆત કરી હતી જેને મંજૂરી મળતા આજે વડોદરાથી ગોવાની પહેલી ફ્લાઇટ ઉડાન ભરી રહી છે.
સ્થાનિક લોકોને ગોવા જવા માટે અમદાવાદ અને સુરત જવું પડતું હતું. હવે ઘરઆંગણે જ ગોવાની ફ્લાઇટની સગવડ વડોદરાવાસીઓને મળતા બધા ખુશ છે અને હું એવિએશન મિનિસ્ટરનો ખૂબ આભાર માનું છું. સાથે ઇન્ડિગોનો પણ આભાર માનું છું. 5 હજાર રૂપિયાની ટિકિટમાં યાત્રી ગોવા જઈ શકશે.
આમ,આજે પહેલો દિવસ ખુબજ મજેદાર રહ્યો હતો અને લોકોમાં આનંદ જોવા મળ્યો હતો.