રાજ્યમાં ભારે વરસાદની આગાહી વચ્ચે મધ્ય ગુજરાતમાં અનરાધાર વરસાદ થતાં વડોદરા અને ઉપરવાસના છોટાઉદેપુર જિલ્લામાં થયેલા ભારે વરસાદને પગલે ઢાઢર નદીમાં ઘોડાપૂર આવ્યા છે.
ભારે વરસાદના કારણે જાંબુવા નદી ઉપરના પુલ ઉપર પાણી ફરી વળતા સાત ગામો અસરગ્રસ્ત બન્યા છે અને ઢાઢર નદીમાં પુર આવતા કાંઠા વિસ્તારના ગામોને એલર્ટ કરાયા છે અને ડભોઇ તાલુકાના 8 ગામો સંપર્ક વિહોણા થઈ જતા જનજીવનને અસર થઈ છે.
જ્યારે આજવા સરોવરમાં પાણીની આવક વધતા સપાટી 208 ઉપર પહોંચી છે.
ભારે વરસાદની આગાહી વચ્ચે વડોદરા જિલ્લા માટેના ડિસ્ટ્રિક્ટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર દ્વારા ફ્લડ રિસ્પોન્સ એક્શન પ્લાન તૈયાર કરાયો છે અને તંત્ર ચાંપતી નજર રાખી રહ્યું છે.
Monday, April 29