વડોદરાના આજવારોડ નજીક આવેલા કમલાનગર તળાવમાંથી રૂા.5.30 લાખની રોકડ મળી આવી છે.
પોલીસે આ પૈસા કોણ ફેંકી ગયું તે દિશામાં તાપસ હાથ ધરી છે.
કમલાનગર તળાવમાંથી રોકડની નોટો મળી હતી તે અરસામાં શહેરના એક તબીબી સંસ્થાનમાં આવકવેરા વિભાગે રેડ પણ કરી હતી. નોટોનું બંડલ રાતના સમયે કોઈ ફેંકી ગયું હોવાની પોલીસને શંકા છે
શહેરના આજવા રોડ પર આવેલા કમલાનગર તળાવની સફાઈ કરવા માટે શ્રમિકોને કામ કરી રહયા હતા ત્યારે એક શ્રમિકની નજર એક કોથળીમાં તરી રહેલાં રોકડ નોટોના બંડલ પર પડતાં તેણે સાથી શ્રમીકોને કહ્યું હતું ત્યારે ત્યાં હાજર રેલવે કોન્સ્ટેબલને શ્રમિકે જાણ કરી હતી.
રેલવે કોન્સ્ટેબલે તુરંત જ શહેર પોલીસ કંટ્રોલને જાણ કરી હતી અને શહેર પોલીસે બાપોદ પોલીસને આ બાબતે સંદેશો આપ્યો હતો. જેથી બાપોદ પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને નોટોના બંડલ કબજે કર્યા હતા અને પોલીસ મથકે જમા કરાવ્યા હતા.
બાપોદ પોલીસનું અનુમાન છેકે નોટોનું બંડલ ઘટનાના ચાર દિવસ પહેલા કોઈ ફેંકી ગયુ હોઈ શકે છે
સાડા પાચ વર્ષ અગાઉ 2016માંપણ રીતે વડોદરાના દંતેશ્વર તળાવમાંથી ચલણી નોટો મળી આવી હતી. નોટબંધીના દિવસો વખતે રૂ. 500-500ની નોટોના બંડલ દંતેશ્વર તળાવમાંથી મળી આવ્યાં હતા.